Get The App

રશ્મિકા મંદાના ઘાયલ થતાં અનેક ફિલ્મોનાં શૂટિંગ અટકી પડયાં

Updated: Jan 11th, 2025

GS TEAM

Google News
Google News
રશ્મિકા મંદાના ઘાયલ થતાં અનેક ફિલ્મોનાં શૂટિંગ અટકી પડયાં 1 - image


- જિમમાં કસરત કરતી વખતે ઈજા થઈ

- સલમાન ખાનની સિકંદર સહિતની ફિલ્મોનાં શૂટિંગ અટકી પડયાં

મુંબઇ : રશ્મિકા મંદાનાને જિમમાં વર્ક આઉટ દરમિયાન ઈજા થતાં સલમાન ખાન સાથેની તેની ફિલ્મ 'સિકંદર' સહિત અન્ય કેટલીક ફિલ્મોનાં શૂટિંગ અટકી પડયાં છે. 

રશ્મિકા ૧૦મીએ 'સિકંદર'ના  સેટ પર હાજર થવાની હતી. પરંતુ, તબીબોએ તેને આરામની સલાહ આપતાં શૂટિંગ મુલત્વી રખાયું હતું. 

અભિનેત્રીની ટીમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર  ડોકટરે તેને પૂરો આરામ લેવાની સલાહ આપી છે.જોકે તે ઠીક થઇ રહી છે અને જલદી જ સેટ પર પાછી ફરશે.તે સારી થઇ જશે પછી અભિનેત્રી અને સલમાન ખાન ફરી લાસ્ટ શેડયૂલનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મની ટીમ શૂટિંગ સમયસર પુરુ કરવા ઇચ્છે છે. 

રશ્મિકા ટૂંક સમયમાં આયુષમાન ખુરાના સાથેની હોરર ફિલ્મ 'થામા'નું પણ શૂટિંગ શરુ કરવાની હતી. પરંતુ, હવે 'સિકંદર'નું શૂટિંગ ઠેલાતાં તેના કારણે 'થામા'નું શૂટિંગ પણ ઠેલાઈ શકે છે. 

Tags :