Entertainment

ચાંદની બારની સીકવલનું શૂટિંગ આવતાં વર્ષથી શરૂ કરાશે

By GS TEAM
29 Sep 20251 min read
ચાંદની બારની સીકવલનું શૂટિંગ આવતાં વર્ષથી શરૂ કરાશે

- ફિલ્મ માટે કાસ્ટિંગ હવે શરૂ કરાશે

- મધુર ભંડારકરને બદલે અજય બહલ  દિગ્દર્શન કરશે,  2027માં રીલિઝ થઈ શકે

મુંબઇ: તબુની કેરિયરની માઈલસ્ટોન સમાન ફિલ્મ 'ચાંદની બાર'ની સીકવલના રાઈટ્સ નિર્માતા સંદિપ સિંહે  ખરીદી લીધા છે. હવે અજય બહલના દિગ્દર્શન હેઠળ આ  સીકવલ બનાવાશે. 

ફિલ્મની મૂળ થીમ યથાવત રખાશે પરંતુ સમગ્ર વાર્તા નવા જમાનાને અનુરુપ રહેશે. ફિલ્મનું કાસ્ટિંગ હાલ ચાલી રહ્યુુ ંછે. નવી ફિલ્મમાં તબુનાં પાત્રનું કોઈ અનુસંધાન હશે કે કેમ અથવા તો તબુ કોઈ પાત્ર ભજવશે કે કેમ  તે હાલના તબક્કે જાહેર કરાયું નથી. 

ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે  શરુ થશે. મોટાભાગનું શૂટિંગ મુંબઈ ઉપરાંત દુબઈમાં  થશે. ફિલ્મ ૨૦૨૭માં મૂળ 'ચાંદની બાર' ફિલ્મને પચ્ચીસ વર્ષ પૂરાં થાય ત્યારે જ કરવાનું નિર્માતાઓનું 

પ્લાનિંગ છે.