Entertainment

60 કરોડના ચીટિંગ કેસમાં ફસાતાં શિલ્પાએ રેસ્ટોરાં બંધ કરવી પડી

By GS TEAM
4 Sep 20251 min read
60 કરોડના ચીટિંગ કેસમાં  ફસાતાં શિલ્પાએ રેસ્ટોરાં બંધ કરવી પડી

- આજે આ રેસ્ટોરાંનો છેલ્લો દિવસ હશે

- બિઝનેસ માટે 60 કરોડનું રોકાણ મેળવી અંગત રીતે વાપરી જવાનો આરોપ

મુંબઇ : શિલ્પા શેટ્ટીએ ૬૦ કરોડના ચીટિંગ કેસમાં ફસાયા બાદ તેની મુંબઈનાં બાંદ્રાની 'બેસ્ટિયન' રેસ્ટોરાં બંધ કરી દેવી પડી છે. 

શિલ્પાએ આ રેસ્ટોરાં ૨૦૧૬માં ચાલુ કરી હતી. તા. ચોથી સપ્ટેમ્બરના ગુરુવારે આ રેસ્ટોરાંનો  છેલ્લો દિવસ હશે  તેવી સોશિયલ મીડિયા પોસ્ટ ખુદ શિલ્પાએ મૂકી છે. 

ચર્ચા અનુસાર શિલ્પા અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ૬૦ કરોડનાં ચીટિંગની ફરિયાદ થતાં તેમણે આ રેસ્ટોરાં બંધ કરવી  પડી છે. મુંબઈના એક બિઝનેસમેન દીપક કોઠારી દ્વારા મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ  શિલ્પા અને રાજ કુન્દ્રાએ ૨૦૧૫થી ૨૦૨૩ વચ્ચે બેસ્ટ ડીલ ટીવી  કંપનીમાં રોકાણના નામે ૬૦ કરોડ રુપિયા મેળવ્યા હતા. આ કંપની હવે  બંધ થઈ ગઈ છે.  શિલ્પા અને રાજે આ પૈસા અંગત કામે વાપરી નાખ્યા હતા અને રોકાણકાર સાથે ઠગાઈ કરી હતી. જોકે, આ ફરિયાદ એક ક્રિમિનલ નહિ પરંતુ સિવિલ કેસ છે  તેવો દાવો તે સમયે શિલ્પાના વકીલ દ્વારા કરાયો હતો.