શેખર કપૂરના રસોઈયાએ એઆઈની મદદથી મિ. ઈન્ડિયા ટૂની સ્ક્રિપ્ટ લખી
- 11મી ફેઈલ નિલેશે એક કલાકમાં સ્ક્રિપ્ટ લખી
- હોલીવૂડમાં ફિલ્મ લેખનમાં એઆઈના ઉપયોગ સામે મહિનાઓ સુધી હડતાલ ચાલી હતી
મુંબઇ : ફિલ્મ સર્જક શેખર કપૂરના જણાવ્યા અનુસાર તેમના રસોઈયા નિલેશે એઆઈની મદદથી માત્ર એક જ કલાકમાં 'મિ. ઈન્ડિયા ટૂ'ની સ્ક્રિપ્ટ લખી નાખી છે. ફિલ્મ નિર્માતા શેકર કપૂરે પોતાના રસોયા નીલેશ વિશે એક આશ્ચર્યજનક વાત જણાવી છે. તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.રસોયાએ નિ. ઇન્ડિયા ટુની સ્ક્રિપ્ટ બે જ કલાકમાં પુરી કરી નાખી. આ કામ તેણે એઆઇની મદદથી પુરુ કર્યું છે. તેણે સવારે છ વાગ્યે ગુગલ જેમિનીની જાણ થઇ. સવારે સાત વાગ્યે તેણે મિ.ઇન્ડિયા ટુની વાર્તા લખવાનું શરૂ કર્યું અને સવારે આઠ વાગ્યે તેણે મને પુછ્યું કે શું તમે આ સ્ક્રિટ વાંચશો ? હું તો આ સાંભળીને અચંબામાં પડી ગયો હતો. તેણે આ એઆઇરચનાત્મક ક્રાંતિનો આ પરિણામ છે.
શેખરના જણાવ્યા અનુસાર સવારે છ વાગ્યે નિલેશને આ એઆઈ ટૂલ વિશે જાણ થઈ હતી અને સાત વાગ્યે તો તેણે લખવાનું શરુ કરી દીધું હતું. આઠ વાગ્યે તો તેણે મને સ્ક્રિપ્ટ વાંચવા આપી દીધી હતી. શેખર કપૂરે સોશયલ મીડિયા પર નીલેશની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, આ નીલેશ ૧૧મું ધોરણ નાપાસ છે. તે મારી સાથે ૧૮ વરસથી કામ કરે છે. તે મારો રસોયો, ઘરનોકર અને તેનાથી વધારે પણ એક ખાસ મિત્ર છે. તે હવે આગળ ભણવા પણ નથી માગતો.ઉલ્લેખનીય છે કે ગયાં વર્ષે હોલીવૂડમાં ફિલ્મ લેખકોએ સ્ક્રિપ્ટ રાઈટિંગમાં એઆઈના ઉપયોગ સામે હડતાલ પાડી હતી. આ હડતાલ મહિનાઓ સુધી ચાલી હતી. બોલીવૂડ લેખકોએ પણ આ હડતાલને સમર્થન આપ્યું હતું.
શેખર કપૂરની આ પોસ્ટ બાદ 'મિ. ઈન્ડિયા'ની સિકવલ માટે ઉત્તેજના વધી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા રણવીર સિંહને ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે.