જમ્યા પછી બેભાન અને મોત... શેફાલી જરીવાલા સાથે 24 કલાકમાં શું થયું હતું? પોલીસે કર્યો ખુલાસો
Shefali Jariwala Death Reason: શેફાલી જરીવાલાનું નિધન થયાને ત્રણ દિવસ થઈ ગયા છે. તેના અંતિમ સંસ્કાર પછી પતિ પરાગ ત્યાગીએ તેની અસ્થિઓનું વિસર્જન કર્યું અને બાકીની વિધિઓ પણ પૂરી કરી. આ દરમિયાન પરાગ પત્નીની અસ્થિઓ ગળે લગાવી ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યો છે, જેનો વીડિયો જોઈ સૌકોઈ ભાવુક થઈ રહ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે કાર્ડિયાક અરેસ્ટના કારણે શેફાલીનું નિધન થયું હતું. શુક્રવારે તેને મુંબઈની બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી જ્યાં ડોક્ટરે તેણે મૃત જાહેર કરી હતી. શેફાલીના મોત બાદ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં પોલીસે 24 કલાકમાં શું-શું બન્યું તે જણાવ્યું.
આ પણ વાંચો : રજનીકાંત સાથે બોક્સ ઓફિસ પર રીતિક રોશનની ટક્કર, વૉર-2ના મેકર્સે અપનાવી રણનીતિ
પોલીસના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે 'લો બીપી'ને કારણે શેફાલી બેહોશ થઈ ગઈ અને પછી તેનું મોત થયું. સુંદર અને જવાન દેખાવા માટે શેફાલી છેલ્લા કેટલાક દિવસોથી ટ્રીટમેન્ટ લઈ રહી હતી. પોલીસને તેના ઘરેથી વિટામિન સી અને ગ્લૂટાથિયોનના બે ડબ્બા મળ્યા છે. નિધનના એક દિવસ પહેલાં શેફાલીના ઘરે પૂજાનું આયોજન પણ કરવામાં આવેલું. તેણે વ્રત પણ રાખ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શેફાલીના પરિવારના બધા સભ્યો અને તેના પતિ પરાગ ત્યાગીનું નિવેદન નોંધવામા આવ્યું છે, જેમાં કોઈ ફરિયાદ નથી. હાલમાં, પોલીસે કુદરતી મોતનો મામલો નોંધ્યો છે.