શરવરી વાઘ પોતાના કરતાં નાની વયના અભિનેતા વેદાંગ રૈના સાથે રૂપેરી પડદે દેખાશે

- દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું
મુંબઇ : હાલ બોલીવૂડમાં પોતાના કરતાં નાની વયની અભિનેત્રી અથવા તો અભિનેતા સાથે જોડી જમાવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જેમાં શરવરી વાઘ પણ સામેલ થઇ ગઇ છે.
શરવરીએ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ઇમ્તિયાઝ અલીના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મમાં અભિનેત્રી પોતાની કરતાં નાની વયના અભિનેતા વેદાંગ રૈના સાથે કામ કરતી જોવા મળશે.જુન મહિનામાં આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.
દશેરાના શુભ દિવસે આ શરવરીએ શૂટિંગ શરૂ કર્યાનું સોશયલ મીડિયા પર શેર કરીને જણાવ્યું હતું. તેણેપોતાની ફિલ્મની સ્ક્રિપ્ટની નાનકડી પૂજા કરી હતી. અભિનેત્રીએ એક નોટબુકની તસવીર પણ શેર કરી હતી. જેના પર તેણે કાંઇક લખ્યું હતું અને આ સ્ક્રિપ્ટને ફૂલોથી સજાવી હતી. સાથે તેણે કેપ્શન મુક્યું હતું કે, આજે સરસ્વતી પૂજા માટે ઘરે જઇ શકી નથી. તેથી મેં મારા રૂમમાં જ સ્ક્રિપ્ટ સાથે નાનકડી પૂજા કરી છે. દશેરાની સહુને શુભકામના.એક ખાસ ડાયરેકટર અને ટીમ સાથે એક ઉત્તમ ફિલ્મની શૂટિંગ શરૂ કરી છે.જુન મહિનામાં આ ફિલ્મની સત્તાવાર ઘોષણા થઇ હતી ત્યારે અભિનેત્રીએ ઉત્સાહ અને આભાર ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું હતું કે, મારા જન્મદિવસે મારી આગામી ફિલ્મની ઘોષણાથી મને સુખદઆશ્ચર્ય થયું હતું. મેં અભિનેત્રી બનવાનું શમણું જોયું હતું ત્યારથી મને ઇમ્તિયાઝ અલી સાથે કામ કરવાનુંશમણું હતું જે હવે પુરુ થશે. તમારી આફિલ્મમાં મારી પસંદગી માટે તમારો આભાર.









