50 કરોડમાં બનેલી શનાયાની ડેબ્યુ ફિલ્મની પ્રથમ દિવસની કમાણી ફક્ત રૂ.35 લાખ

- જ્યારે રાજકુમાર રાવની માલિકે રૂ.4 કરોડનું કલેકશન કર્યું
મુંબઇ : શુક્રવારે થિયેટરોમાં શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં અને રાજકુમાર રાવની માલિક ફિલ્મ રિલીઝ થઇ છે. જેમાંથી રિપોર્ટના અનુસાર શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ છે, જ્યારે રાજકુમાર રાવ રૂપિયા ૪ કરોડની આસપાસ કલેકશન કર્યું છે.
શનાયા કપૂરે બોલીવૂડમાં વિક્રાંત મૈસી સાથે રોમન્ટિક ફિલ્મ દ્વારા એન્ટ્રી મારી પરંતુ પહેલાજ દિવસે આ ફિલ્મ સુપરફ્લોપ ગઇ છે. ૫૦ કરોડ રૂપિયામાં નિર્માણ થયેલી આ ફિલ્મે પહેલાજ દિવસે ફક્ત ૩૫ લાખ રૂપિયા જ કરેકશન કરી શકી છે. આ ફિલ્મ વર્લડવાઇડ પણ એક કરોડ રૂપિયાનું કલેકશન કરે એ બાબતે શંકા છે.
જ્યારે રાજકુમાર રાવની ગેન્ગસ્ટર ભૂમિકા પરની આધારિત ફિલ્મ ે ૪ કરોડ રૂપિયાનું બોક્સઓફિસ પર કલેકશન કર્યું છે. આ ફિલ્મ હજી પણ વધુ કલેકશન કરે તેવી અપેક્ષા છે. પરંતુ એક શંકા એવી છે કે, સીધાસાદા રોલ ભજવનાર રાજકુમાર રાવને ગેન્ગસ્ટરના પાત્રમાં લોકો કદાચ સ્વીકાર ન પણ કરે. તેમજ ફિલ્મના વર્લડવાઇડ કલેકશનના આંકડા હજી આવ્યા નથી.









