દિવાળી પર શાહરુખ ખાને પણ કરી લક્ષ્મી પૂજા, પત્ની ગૌરી સંગ દીપ પ્રગટાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shahrukh Khan Diwali : દિવાળીના તહેવારમાં દરેક લોકો ઉજવણી કરતાં જોવા મળી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને બોલીવુડના મોટા સ્ટાર્સ સુધી દરેક લોકો ખૂબ જ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરે છે. બોલીવુડ કિંગ શાહરૂખ ખાને પણ દિવાળીની ઉજવણી કરી હતી. શાહરૂખ સામાન્ય રીતે પાર્ટીઓનું આયોજન કરે છે અને ભવ્ય ઉજવણી કરે છે. જોકે, આ વખતે શાહરૂખે ખૂબ જ સાદાઈ અને સિંપલ રીતે દિવાળીની ઉજવણી કરી. જેની એક તસવીર શાહરૂખે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ પણ વાંચો: તેરે નામ-ટુની ચર્ચા ફરી શરૂ, સલમાન મુખ્ય રોલ નહિ કરે
શાહરૂખે એક તસવીર શેર કરી
શાહરૂખે તેના ઘરની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીર દિવાળી પૂજા દરમિયાન લેવામાં આવી છે. જોકે, શાહરૂખે પાછળથી તસવીર ક્લિક કરી અને તેની પત્ની ગૌરી ખાન પૂજા કરતી જોવા મળી રહી છે. તસવીર શેર કરતા શાહરૂખે એક મેસેજ પણ લખ્યો: 'તમને બધાને દિવાળીની શુભકામનાઓ! દેવી લક્ષ્મી તમને સમૃદ્ધિ અને ખુશીઓ આપે. બધા માટે પ્રેમ, પ્રકાશ અને શાંતિની પ્રાર્થના કરુ છું.'
શાહરૂખની પોસ્ટ પર ચાહકો ઉત્સાહમાં
લોકો શાહરૂખની પોસ્ટ પર ઉત્સાહથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે તેમના આ અંદાજને ખૂબ જ પસંદ કર્યો હતો. જ્યારે અન્ય મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, શાહરૂખના ચાહકો બધા ધર્મોમાં તેમની શ્રદ્ધા અને પૂજા પ્રત્યેની તેમની નિષ્ઠાની પ્રશંસા કરે છે.
આ પણ વાંચો: રાજેશ ખન્ના અને ડિમ્પલની ત્રીજી પેઢી બોલિવૂડમાં નસીબ અજમાવશે
આ વખતે શાહરુખે ન આપી દિવાળીની પાર્ટી
શાહરુખે આ વખતે દિવાળી પાર્ટીનું આયોજન નહોતું કર્યું. દર દિવાળીએ શાહરુખના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે તેણે કોઈ ખાસ પૂજા કરી ન હતી. રિપોર્ટ મુજબ શાહરુખ આ વખતે તેના ઘરે મન્નતમાં નથી. તે તેના પરિવાર સાથે ભાડાના ઘરમાં રહેવા ગયો છે. શાહરુખના ઘર મન્નતમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, તેથી શાહરુખે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું ન હતું. તેથી, તેણે ઘરે મીઠાઈઓ આપી અને દીવા પ્રગટાવીને સાદગીથી તહેવાર ઉજવ્યો હતો.









