Entertainment

ગૌરી ખુલ્લા વાળ રાખે કે સફેદ શર્ટ પહેરે તો ખિજાઈ જતો શાહરુખ ખાન, સંબંધ તોડવાની મળી ધમકી

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરી ખાનના સંબંધોની શરૂઆતમાં અનોખો વળાંક આવ્યો હતો. શાહરૂખ ગૌરીને લઈને ખૂબ જ પઝેસિવ હતા. સિમી ગ્રેવાલના શોમાં ખુલાસો કરતા અભિનેતાએ જણાવ્યું કે, તેઓ ગૌરીને ખુલ્લા વાળ રાખવા કે સફેદ શર્ટ પહેરવાની પણ મંજૂરી નહોતા આપતા. આનાથી પરેશાન થઈ ગૌરીએ સંબંધ તોડવાની ચેતવણી આપી હતી. જોકે, તમામ પડકારો પાર કરી આ જોડીએ 25 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૌરી ખુલ્લા વાળ રાખે કે સફેદ શર્ટ પહેરે તો ખિજાઈ જતો શાહરુખ ખાન, સંબંધ તોડવાની મળી ધમકી

Shahrukh khan and Gauri khan news : બોલિવૂડના મોસ્ટ પૉપ્યુલર અને મનપસંદ કપલ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરી વિશે તો સૌકોઈ જાણે છે, પરંતુ તેમના સંબંધોના શરૂઆતી દિવસોમાં કેટલાક એવા પણ કિસ્સા હતા જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એક સમય એવો પણ હતો જ્યારે શાહરૂખ ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરીને લઈને અત્યંત પઝેસિવ અને ઇનસિક્યોર હતા. ખુદ અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે દિવસોમાં તેઓ ગૌરીને ખુલ્લા વાળ રાખવા કે સફેદ શર્ટ પહેરવાની પણ મંજૂરી આપતા નહોતા.

સિમી ગ્રેવાલના પ્રખ્યાત ટીવી શોમાં આ ખુલાસો કરતા શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, "હું ખૂબ જ પઝેસિવ હતો. મેં ગૌરીને સ્પષ્ટ કહી દીધું હતું કે જો તું મારી ગર્લફ્રેન્ડ છે, તો તારે ખુલ્લા વાળ રાખવા કે સફેદ શર્ટ પહેરવાની કોઈ છૂટ નથી." શાહરૂખની આ કડકાઈ અને અતિશય પઝેસિવ સ્વભાવથી ગૌરી ખાન ભારે પરેશાન થઈ ગયા હતા અને વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે તેમણે શાહરૂખને સંબંધ તોડી નાખવાની ચેતવણી સુદ્ધાં આપી દીધી હતી.

જૂની યાદો તાજી કરતા ગૌરી ખાને તે સમયે જણાવ્યું હતું કે બોયફ્રેન્ડ તરીકે શાહરૂખ ખૂબ જ પરેશાન કરનારા હતા અને તેમની વિચારસરણી યોગ્ય નહોતી. આ બાબતે તેમણે શાહરૂખને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો તેઓ પોતાના વ્યવહારમાં સુધારો નહીં કરે, તો તેઓ ક્યારેય તેમને ફરી નહીં મળે. જોકે, આ તમામ ઉતાર-ચઢાવ અને પડકારોને પાર કરીને આ જોડીએ 25 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કરી લીધા અને આજે તેઓ ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે.