Entertainment

શાહિદની ફિલ્મ અર્જુન ઉસ્તરાનું ટાઈટલ બદલીને રોમિયો કરાયું

By GS TEAM
25 Jul 20251 min read
શાહિદની ફિલ્મ અર્જુન ઉસ્તરાનું ટાઈટલ બદલીને રોમિયો કરાયું

મુંબઇ : શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મને 'અર્જુન ઉસ્તરા' એવું કામચલાઉ ટાઈટલ અપાયું હતું. હવે આ ફિલ્મને 'રોમિયો' ટાઈટલ અપાયું છે. 

ફિલ્મમાં તૃપ્તિ ડિમરી શાહિદની હિરોઈન હશે. દિશા  પટાણી ફિલ્મમાં એક આઈટમ સોંગ કરી રહી છે. 

જોકે, શાહિદ અને તૃપ્તિના ચાહકોને એ વાતની ચિંતા છે કે આગામી ડિસેમ્બરમાં આ ફિલ્મ રણવીરની 'ધુરંધર' તથા પ્રભાસની 'રાજાસાબ' સાથે ટકરાવાની છે.

 આ ત્રણેય ફિલ્મ આગામી પાંચમી ડિસેમ્બરે રીલિઝ થઈ રહી છે.