Entertainment

શાહિદ કપૂર અને તૃપ્તિની ફિલ્મનું ટાઈટલ ત્રીજીવાર બદલાયું

By GS TEAM
14 Sep 20251 min read
શાહિદ કપૂર અને તૃપ્તિની ફિલ્મનું ટાઈટલ ત્રીજીવાર બદલાયું

- શૂટિંગ પૂર્ણ થયા પછી ટાઈટલમાં ફેરફાર

- અર્જુન ઉસ્તરા અને રોમિયો પછી હવે ટાઈટલ બદલીને ઓ રોમિયો કરાયું 

મુંબઈ: શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મનું ટાઈટલ  ત્રીજીવાર બદલાયું છે. અગાઉ આ ફિલ્મનું શૂટિંગ કોઈ ટાઈટલ વિના જ શરુ કરી દેવાયું હતું. બાદમાં ફિલ્મનું ટાઈટલ 'અર્જુન ઉસ્તરા' નક્કી થયું હતું. તે પછી ફિલ્મનું ટાઈટલ 'રોમિયો' હોવાનું જાહેર થયું હતું. હવે  સત્તાવાર જાહેરાત પ્રમાણે ફિલ્મ 'ઓ રોમિયો' ટાઈટલ હેઠળ રીલિઝ કરાશે.  વિશાલ ભારદ્વાજની આ ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલાં પૂર્ણ થયું હતું. તે વખતે શાહિદે શૂટિંગ પૂર્ણ થયાની જાહેરાત કરતી વખતે જ ટાઈટલ બાબતે ગોળ ગોળ ભાષામાં ઉલ્લેખ કર્યો હતો. તે પરથી અટકળો હતી કે ફિલ્મનું ટાઈટલ ફરી બદલાઈ રહ્યું છે. વિશાલ ભારદ્વાજે પણ એકવાર દાવો  કર્યો હતો કે ફિલ્મનું ટાઈટલ હજુ  ફાઈનલ કરાયું નથી. 

ફિલ્મની રીલિઝ ડેટ અંગે  પણ અટકળો સેવાતી હતી. કેટલાક અહેવાલો મુજબ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરનાં અંતમાં રીલિઝ થવાની હતી. પરંતુ તેને બદલે હવે તે આગામી  વેલેન્ટાઈન ડે વખતે રીલિઝ થવાની છે.