Entertainment

શાહરુખની કિંગના આખરી તબક્કાનું શૂટિંગ મુંબઈમાં

By GS Team
14 Oct 20261 min read
TukuTouch Logo
શાહરૂખ ખાનની 450 કરોડના બજેટવાળી ફિલ્મ 'કિંગ'નું શૂટિંગ મુંબઈના અંધેરી અને ગોરેગાંવમાં ચાલી રહ્યું છે. ત્રણ વર્ષ બાદ શાહરૂખની આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થશે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત આ ફિલ્મનું ટીઝર શાહરૂખના 61મા જન્મદિને, 2 નવેમ્બરે રિલીઝ થવાની સંભાવના છે. કરીના કપૂર સાથેનું ગીત દક્ષિણ આફ્રિકામાં શૂટ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાહરુખની કિંગના આખરી તબક્કાનું શૂટિંગ મુંબઈમાં
  • શાહરૂખની ફિલ્મ ત્રણ વર્ષે આવી રહી છે
  • નવેમ્બરમાં શાહરુખના ૬૧મા જન્મદિને ટીઝર આવે તેવી સંભાવના

મુંબઇ : શાહરુખની 'કિંગ' ફિલ્મનું છેલ્લા તબક્કાનું શૂટિંગ હાલ મુંબઈના અંધેરી અને ગોરેગાંવ વિસ્તારોમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં કરીના કપૂર સાથે શાહરૂખ ખાનનું ગીત ડેડી કૂલ પણ દક્ષિણ આફ્રિકામાં પાંચ દિવસમાં ફિલ્માવવામાં આવશે. ૨૪ ડિસેમ્બરે ફિલ્મને રિલિઝ કરવાની હોઇ હાલ મુંબઇમાં ચાલી રહેલાં શૂટિંગને પંદર ઓક્ટોબર પહેલાં પુરૂ કરી ડેડી કૂલ ગીતને શૂટ કરવામાં આવશે.
ત્રણ વર્ષના ગાળા બાદ શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' મોટા પડદે રિલિઝ થઇ રહી છે. ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ શાહરૂખખાનના ૬૧મા જન્મદિને બીજી નવેમ્બરે ફિલ્મનું ટીઝર રિલિઝ કરશે. ૪૫૦ કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ ધરાવતી આ ફિલ્મમાં નિર્દેશક સિદ્ધાર્થ આનંદ કોઇ કસર રહેવા દેવા માંગતા નથી.
'પઠાણ' અને 'જવાન' બાદ સિદ્ધાર્થ આનંદ આ ત્રીજી ફિલ્મ 'કિંગ' શાહરૂખ સાથે કરી રહ્યા છે. 'પઠાણ' અને 'જવાન' બોક્સ ઓફિસ પર સફળ રહી હોવાથી 'કિંગ' માટે પણ મોટી અપેક્ષાઓ ઉભી થઇ છે.