'દેશના કિંગ જેવું અનુભવી રહ્યો છું...', નેશનલ એવોર્ડ જીતીને ગદગદ થયો શાહરૂખ ખાન, જુઓ શું કહ્યું
Shah Rukh Khan: બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાન સામાન્ય રીતે ક્યારેય સોશિયલ મીડિયાનો ખાસ ઉપયોગ કરતો દેખાયો નથી. પરંતુ તે તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા X પર વાતચીત કરે છે અને ચાહકોના રમૂજી સવાલોના રસપ્રદ જવાબો પણ આપે છે. હાલમાં જ શાહરૂખે સાથે સોશિયલ મીડિયા X પર તેનું #AskSRK સેશન રાખ્યું હતું. એ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ કિંગ ખાનને વિવિધ પ્રશ્નો પૂછ્યા, જેના તેણે તેના જ અંદાજમાં જવાબો આપ્યા. એ જ દરમિયાન તેણે નેશનલ એવૉર્ડ અને તેની આગામી ફિલ્મ વિશે પણ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: 'ડર લાગે છે, પરંતુ...' સની દેઓલનો 'બોર્ડર 2' ફિલ્મને લઈને ચોંકાવનારો ખુલાસો
હાલમાં જ શાહરૂખે તેના ટ્વિટર હેન્ડલ X પર લખ્યું હતું કે, 'બહાર વરસાદ છે, તો મન કરે છે કે અડધો કલાક તમારા બધા સાથે વાતચીત કરું. જો તમારી પાસે સમય હોય તો #AskSRK કરીશું. માત્ર રમૂજી સવાલ અને જવાબ. કારણકે હાલમાં જ હું એક ઇજાથી સાજો થયો છું'. શાહરૂખે આ ટ્વિટ કરતા જ યુઝર્સે સવાલોનો વરસાદ કર્યો.
નેશનલ એવૉર્ડ જીતવા પર શું કહ્યું?
નોંધનીય છે કે હાલમાં 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023ની જાહેરાત થઈ હતી, જેમાં શાહરૂખ ખાને નેશનલ એવૉર્ડ જીત્યો છે, તેને ફિલ્મ 'જવાન' માટે બેસ્ટ એક્ટર તરીકે એવોર્ડ મળ્યો છે. આ વાતને લઈને એક ચાહકે શાહરૂખને સવાલ કર્યો કે, 'નેશનલ એવૉર્ડ જીત્યા બાદ તમને કેવું લાગી રહ્યું છે? નેશનલ એવૉર્ડ કે જનતાનો પ્રેમ?' શાહરૂખે આ સવાલનો જવાબ આપતાં લખ્યું, 'વાહ! હું દેશના રાજાની જેમ અનુભવ કરી રહ્યો છું. આ એવોર્ડ મારી માટે ખૂબ જ સન્માન અને જવાબદારી છે, મારે હજી આગળ વધવુ છે અને મહેનત કરવાની છે.'
અપકમિંગ ફિલ્મને લઈને શું કહ્યું?
શાહરૂખે તેના સેશનમાં તેની અપકમિંગ ફિલ્મને લઈને પણ જવાબ આપ્યો હતો. એક ચાહકે શાહરૂખને સવાલ કર્યો કે, 'તમારી અપકમિંગ ફિલ્મ ક્યારે આવી રહી છે? તો શાહરૂખે તેના અંદાજમાં રમૂજી જવાબ આપતા, 'કેટલાક સારા શૉટ્સ રેડી કર્યા છે. જલદી શૂટ પૂર્ણ થશે. દિગ્દર્શક સિદ્ધાર્થ એને શૂટને પૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યા છે.'
આ પણ વાંચો : બોક્સ ઓફિસ પર રજનીકાંત અને ઋતિક રોશનની ટક્કર, પહેલા જ દિવસની કમાણીએ બનાવ્યો રેકોર્ડ
ત્યારે અન્ય એક યુઝરે સવાલ કર્યો કે, 'તમારી આવનારી ફિલ્મ ક્યારે રિલીઝ થશે? તે કિંગ હશે કે પછી કોઈ બીજુ?' તેનો જવાબ આપતા શાહરૂખે લખ્યું કે 'સિર્ફ કિંગ, નામ તો સુના હોગા?'