બોક્સ ઓફિસ પર રજનીકાંત અને ઋતિક રોશનની ટક્કર, પહેલા જ દિવસની કમાણીએ બનાવ્યો રેકોર્ડ
War 2 Vs Coolie: વર્ષ 2025માં રિલીઝ થયેલી ફિલ્મો બૉક્સ ઓફિસના કલકેશનના દૃષ્ટિકોણથી દરરોજ આશ્ચર્યચકિત કરી રહી છે. કેટલીક હાઈપ વાળી ફિલ્મો ફ્લોપ રહી છે અને કેટલીક ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી દીધી છે. ડેબ્યૂટન્ટ સ્ટાર્સની મૂવી 'સૈયારા'ની ધમાકેદાર કમાણી બાદ હવે બીજી બે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી છે. આ બે ફિલ્મ છે વૉર 2 અને કૂલી. આ ફિલ્મો વર્ષની મોસ્ટ એન્ટિસિપેટેડ ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મનો ક્રેઝ તેના એડવાન્સ કલેક્શનથી જ સ્પષ્ટ થઈ ગયો હતો. આ ફિલ્મોએ એડવાન્સમાં જ કરોડોનો બિઝનેસ કરી લીધો છે. હવે રિલીઝ થયા પછી બૉક્સ ઑફિસના પહેલા દિવસનું કલેક્શન રિપોર્ટ પણ સામે આવી ગયો છે, ચાલો જાણીએ આ ફિલ્મોએ પહેલા દિવસે કેટલી કમાણી કરી.
'વોર 2'નું બૉક્સ ઓફિસ કલેક્શન
પહેલા બોલિવૂડની મોસ્ટ એવેટેડ ફિલ્મ 'વોર 2' વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 14 ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. 2019માં રિલીઝ થયેલી વૉર 2 એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 52.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આ પણ વાંચો : પ્રભાસની રાજા સાહેબ હવે આવતાં વર્ષ પર ઠેલાઈ શકે
'કૂલી'નું બૉક્સ ઓફિસ કલેક્શન
લોકેશ કનગરાજ દ્વારા દિગ્દર્શિત 'કૂલી' ફિલ્મે પણ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ પણ 14 ઑગસ્ટના રોજ 'વોર 2' સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ, અને રિલીઝ થતાની સાથે જ ઋતિક રોશન અને જૂનિયર એનટીઆરની 'વોર 2'ને પણ પાછળ છોડી દીધી. રિપોર્ટ અનુસાર 'કૂલી'એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જે 'વોર 2'થી 13 કરોડ રૂપિયા વધારે . હવે 'કૂલી' ફિલ્મ અને 'વોર 2' ફિલ્મ માટે સારી તક છે કારણ કે બંને ફિલ્મોને સ્વતંત્રતા દિવસ (15 ઑગસ્ટ) અને શનિવાર-રવિવારનો લાંબો વીકેન્ડનો ફાયદો મળશે. હવે જોવું એ જાણવુ રસપ્રદ છે કે લાંબા વીકેન્ડમાં આ ફિલ્મો બૉક્સ ઑફિસ પર કેટલો બિઝનેસ કરી શકે છે.