શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં ફસાઈ, ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદે રીતે ખરીદવાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suhana Khan in Legal Trouble: અલીબાગના થલ ગામમાં ખેડૂતો માટે ફાળવેલી જમીન ખરીદવા બદલ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ છે. કાગળો અને પરવાનગી વગર ખરીદેલી ₹13 કરોડની આ જમીન સુહાના ખાને ₹77 લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના નામે કરાવી હતી.
જમીનની કિંમત અને માલિકી
આ જમીનની કિંમત આશરે 13 કરોડ રૂપિયા છે, જે સુહાનાએ મુંબઈના એક બિઝનેસમેન પાસેથી ખરીદી હતી. જમીનનું ટ્રાન્સફર 30 મે, 2023ના રોજ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં, આ મામલો તપાસ હેઠળ છે અને અલીબાગના મામલતદાર પાસેથી આ અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.
કાગળોમાં સુહાનાએ પોતાને ખેડૂત દર્શાવી
સુહાના ખાને વર્ષ 2023-24માં 22 કરોડ રૂપિયાની કુલ કિંમતના 2 પ્લોટ ખરીદ્યા હતા. આ પ્લોટ 'દેજા વૂ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની હેઠળ નોંધાયેલા છે, જે ગૌરી ખાનની માતા અને નણંદના નામે રજિસ્ટર્ડ છે. આરોપ છે કે જમીન ખરીદતી વખતે સુહાના ખાને કાગળોમાં પોતાને ખેડૂત તરીકે દર્શાવી છે. આ મામલો ગરમાયા બાદ તેની તપાસ ચાલી રહી છે અને ડેપ્યુટી કલેક્ટર સંદેશ શિકરેએ અલીબાગના મામલતદાર પાસેથી આ કેસમાં નિષ્પક્ષ રિપોર્ટ માગ્યો છે.
સુહાનાની ફિલ્મી કારકિર્દી
સુહાના ખાનની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે હાલમાં તેની આગામી ફિલ્મ 'કિંગ'ને લઈને ચર્ચામાં છે, જેમાં તે શાહરુખ ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સુહાનાની બીજી ફિલ્મ હશે. તેની ડેબ્યુ ફિલ્મ 'ધ આર્ચીઝ' હતી, જેને દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો.








