Shah Rukh Khan bodyguard salary: સેલિબ્રિટીના બોડીગાર્ડ્સ કોઈપણ ચાહકો કે ટ્રોલને નજીક આવવા દેતા નથી. તેઓ ખૂબ જ કડક સિક્યુરિટી વ્યવસ્થા જાળવે છે, કારણ કે સ્ટાર્સને સુરક્ષિત રાખવાની જવાબદારી તેમની પાસે હોય છે.
આ પણ વાંચો: પરિણીતીને ત્યાં પુત્રજન્મ, સમગ્ર બોલીવૂડે અભિનંદન પાઠવ્યાં
આમાનું જ એક નામ રવિ સિંહ છે, જે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બોડીગાર્ડ. તેઓ એ વાતનું ધ્યાન રાખે છે કે, સુપરસ્ટારને કોઈપણ પબ્લિક પ્લેસ પર કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. રવિ સિંહને દરેક પ્રસંગે શાહરૂખના પડછાયાની જેમ તેમની સાથે જોવા મળે છે, તે માત્ર માત્ર શાહરૂખ સાથે જ નહીં, પરંતુ તેના પરિવાર સાથે પણ જોવા મળે છે.
રવિ સિંહનો પગાર 2.7 કરોડ રુપિયા
રવિ સિંહ આશરે 10 વર્ષથી શાહરૂખ અને તેના પરિવારનું રક્ષણ કરી રહ્યા છે. ફિલ્મનું પ્રમોશન હોય, બર્થડે પાર્ટી હોય કે કોઈ નાની - મોટી ઈવેન્ટ હોય, રવિ હંમેશા શાહરૂખની નજીક રહે છે. એક રિપોર્ટ પ્રમાણે રવિ સિંહ હાલમાં બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરતા બોડીગાર્ડ્સ છે. તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન તેને ₹2.7 કરોડનો વાર્ષિક પગાર આપે છે.
રવિ સિંહના લગ્નની વાત કરીએ તો તેના લગ્નને 22 વર્ષ પૂરા થયા છે. તેમને બે પુત્રો, આશિષ અને પીયૂષ અને તેમની પત્નીનું નામ સુધા છે. તેઓ ઘણીવાર તેમની પત્ની અને બાળકો સાથેના ફોટા અપલોડ કરે છે.
આ પણ વાંચો: પલાશ મુચ્છલ મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન કરશે
શાહરૂખ ખાનની જેમ રવિ સિંહ પણ વિવાદમાં ફસાયેલા છે. તેના પર આરોપ છે કે, વર્ષ 2014 માં એક મરાઠી અભિનેત્રીને ધક્કો માર્યો હતો. જોકે આ કેસમાં કોઈ FIR દાખલ કરવામાં આવી ન હતી, રવિ સિંહને પોલીસ સ્ટેશનમાં બેસવું પડ્યું હતું. રવિ સિંહ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તે ઘણીવાર શાહરૂખ ખાન સાથેના ફોટામાં કેદ થાય છે.


