રામચરણની ફિલ્મના સેટ પર પાણીની ટાંકી ફાટતાં અનેક ઘાયલ

- કેમેરામેન સહિત અનેક ક્રૂ મેમ્બર્સને ઈજા
- સમુદ્રના દ્રશ્યનું શૂટિંગ કરવા માટે સેટ પર પાણની ટાંકી રાખવામાં આવી હતી
મુંબઈ : સાઉથના હિરો રામચરણની પ્રોડયૂસર તરીકેની ફિલ્મ 'ધ ઈન્ડિયા હાઉસ' સેટ પર પાણીની ટાંકી ફાટતાં કેમેરામેન સહિત સંખ્યાબંધ ક્રૂ મેમ્બર્સને ઈજા તઈ હતી.
ફિલ્મમાં સમુદ્રના દ્રશ્ય દર્શાવવા માટે પાણીની એક વિશાળ ટેન્ક રાખવામાં આવી હતી. આ ટાંકી ઓચિંતાની જ ફાટી જતાં સેટ પર પાણી-પાણી થઈ ગયું હતુ. તેના કારણે સેટ પર અચાનક જ પૂર આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. સેટના અમુક હિસ્સાઓ, મોંઘા કેમેરા સેટ અપ અને લાઈટિંગ ઉપકરણોને ખાસ્સું નુકસાન થયું હતું.
વાયરલ થયેલા વિડીયોમાં સંપૂર્ણ સેટ પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે. ઘાયલ થયેલા લોકોને હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

