Entertainment

દિશા પટાણીના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ

By GS TEAM
21 Sep 20251 min read
દિશા પટાણીના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ

- બરેલીમાં દિશાના ઘર પાસે ફાયરિંગ થયું હતું

- દિશાની સુરક્ષા બાબતે પણ એલર્ટ રહેવા બરેલી પોલીસના ઈનપૂૂટ બાદ મુંબઈ પોલીસની કાર્યવાહી

મુંબઈ: દિશા પટાણીના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ છે. બરેલીમાં દિશાના ઘરે ફાયરિંગ થયા બાદ બરેલી પોલીસે મુંબઈ પોલીસને દિશાની સુરક્ષા બાબતે પણ એલર્ટ રહેવા જણાવ્યું હતું. તે પછી દિશાનાં ઘર આસપાસ પોલીસ જાપ્તો વધારી  દેવાયો છે. વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા છે. બરેલી પોલીસ દ્વારા દિશાના ઘર પર ફાયરિંગના કેસના આરોપીઓની  ગતિવિધિ વિશેની અપડેટ પણ મુંબઈ પોલીસને સતત આપવામાં આવી રહી છે.  ગઈ તા. ૧૨મી સપ્ટેમ્બરે દિશાના બરેલી ખાતેના ઘરે ગોળીબાર થયો હતો. ગોળીબાર વખતે દિશાના પિતા તથા બહેન ઘરમાં હાજર હતાં. જોકે, ગોળીબારમાં કોઈને ઈજા થઈ ન હતી. ગોલ્ડી બ્રાર ગેંંગે આ ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. 

આ ગેંગના  દાવા અનુસાર દિશાની બહેન ખુશ્બુએ કેટલાક હિંદુ સંતો વિરુદ્ધ ઉચ્ચારણો કર્યાં હોવાથી સમગ્ર બોલીવૂડને ચિમકી આપવા માટે તેમણે આ ગોળીબાર કરાવ્યો હતો. 

બીજી તરફ આ ગોળીબારમાં સામેલ બે આરોપીઓનાં એન્કાઉન્ટર થઈ ચૂક્યાં છે અને અન્ય બેની ધરપકડ થઈ ચૂકી છે.