Get The App

સૌથી વધુ કમાણી કરનારી સુપરમોડલ બની સાશા મર્ચન્ટ, ભારત સિવાય વિશ્વની જાણીતી બ્રાન્ડ માટે પણ કામ કર્યું

Updated: Jul 11th, 2024

GS TEAM


Google News
Google News
Sasha Merchant


Sasha Merchant: ભારતમાં રહેનારી અને ઝડપથી ફેશન ઈન્ડસ્ટ્રીમાં ટોચ પર પહોંચનાર સાશા મર્ચન્ટ સૌથી વધુ કમાણી કરનાર સુપરમોડલ છે. સાશા ફ્રેશ ફેસથી લઈ વૈશ્વિક ફેશન વર્લ્ડમાં આગવું સ્થાન મેળવવા સુધી સફર ખૂબ રોમાંચિત કરી દેનાર છે. મુંબઈ યુનિવર્સિટીમાં કાયદામાં બે ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેણે ફેશન અને મનોરંજનમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તેની પાસે શૈક્ષણિક સિદ્ધિઓ પણ અનેક છે.

શરૂઆત ફેમિના કેમ્પસ પ્રિન્સેસમાં ભાગ લઈને કરી 

સાશા મર્ચન્ટની સફર શાળાના દિવસો દરમિયાનથી જ શરૂ થઈ હતી જ્યારે તેણે ફેમિના કેમ્પસ પ્રિન્સેસમાં ભાગ લીધો હતો. આ પ્રારંભિક એક્સપોઝર તેના ભાવિ પ્રયાસો માટે સ્ટેજ સેટ કરે છે, સાશાનું વ્યક્તિત્વ ખૂબ જ ધ્યાન ખેંચનારું છે.

સાશા મર્ચન્ટ સફળ મોડલ ઉપરાંત જાણીતી બ્રાન્ડના કેમ્પેનિંગમાં જોડાયેલી છે. આ સિદ્ધિથી તેણે વિવિધ ક્ષેત્રે બહોળી પ્રતિભા બતાવી છે અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો બની છે.

ફેશન ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો બની ગઈ છે 

સાશાના કરિયરની શરૂઆત ઈન્ડિયા બીચ ફેશન વીકના ડેબ્યૂથી થઈ હતી. આ બાદ સાશા ઘણા ફેશન ડિઝાઈનર્સ અને સેલિબ્રિટીમાં જાણીતી બની ગઈ હતી. ત્યારબાદ તે લેકમે ફેશન વીક જેવા અનેક ફેશન વીકમાં નિયમિત પસંદગી પામતો ચહેરો બની ગઈ છે.

ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર સુપરમોડલ

એટલું જ નહી પરંતુ સાશા ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર સુપરમોડલમાં સ્થાન પામી છે. તેણી જવેલરી, ગારમેન્ટની જાણીતી બ્રાન્ડ સાથે જોડાયેલી છે. ફેશન અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની દુનિયામાં તેનું પ્રભુત્વ છે તેવું કહેવું સહેજેય ખોટું રહેશે નહીં. ભારત સિવાય તે વિશ્વની જાણીતી બ્રાન્ડ સાથે કામ કરી ચૂકી છે.

સૌથી વધુ કમાણી કરનારી સુપરમોડલ બની સાશા મર્ચન્ટ, ભારત સિવાય વિશ્વની જાણીતી બ્રાન્ડ માટે પણ કામ કર્યું 2 - image

Tags :