પ્રેમને ધર્મ ના નડે! જાણીતી ટીવી એક્ટ્રેસ સારા ખાને હિન્દુ રીતિ રિવાજથી જુઓ કોની સાથે કર્યા લગ્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sara Khan Married Krish Pathak: ટીવી એક્ટ્રેસ સારા ખાન અને 'રામાયણ' ફેમ અભિનેતા સુનીલ લહેરી(લક્ષ્મણ)ના પુત્ર કૃષ પાઠકના લગ્ન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સારા મુસ્લિમ છે અને કૃષ હિન્દુ હોવાથી, કપલે 6 ડિસેમ્બરના રોજ હિન્દુ અને મુસ્લિમ એમ બંને રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. હિન્દુ વિધિ દ્વારા સાત ફેરા લીધા બાદ આ કપલે નિકાહ પણ કર્યા હતા, જેની સુંદર તસવીરો હવે સારા ખાને શેર કરી છે અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
પહાડી દુલ્હન બની સારા
લાલ રંગના લહેંગામાં સજ્જ સારા ખાન, માંગમાં સિંદૂર અને માંગ ટીકા જેવા પરંપરાગત શણગાર સાથે એક ખૂબ સુંદર પહાડી દુલ્હન લાગી રહી હતી, તેનો લૂક ખૂબ જ આકર્ષક હતો.
લગ્નના 8 દિવસ પછી પણ તસવીરો વાઇરલ
સારાના લગ્નને 8 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ તેના વેડિંગ ફોટોઝ હજુ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તે કૃષ સાથે ખૂબ ખુશ અને રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહી છે.
શેર કરેલી તસવીરોમાં સારા પતિ કૃષ સાથે ઝૂમતી જોવા મળે છે, જ્યારે અન્ય એક તસવીરમાં તે નથ, માંગ ટીકા અને લહેંગા-ચોલીના સંપૂર્ણ શણગારમાં જોરદાર ડાન્સ કરતી નજરે પડે છે. આ ખુશી વ્યક્ત કરતાં સારાએ કૅપ્શનમાં લખ્યું છે: 'મારી દુનિયામાં મારી દુનિયા સાથે નાચી રહી છું.'
આ સારાના બીજા લગ્ન
ઉલ્લેખનીય છે કે, કૃષ પાઠક સાથે સારાના આ બીજા લગ્ન છે. અગાઉ સારાના લગ્ન અલી મર્ચન્ટ સાથે થયા હતા, પરંતુ થોડા જ સમયમાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.








