FOLLOW US

સારા અલી ખાને ગુંજન સકસેનાના દિગ્દર્શક શરણ શર્માની ફિલ્મ સાઇન કરી

Updated: Mar 19th, 2023


- જોકે આ ફિલ્મનું શીર્ષક હજી  જાહેર થયું નથી

મુંબઇ : સારા અલી ખાન હાલ પોતાની ફિલ્મ ગેસલાઇટના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મૈસી અને ચિત્રાંગદા કામ કરી રહ્યા છે. હવે સારા અલી ખાનને લઇને અપડેટ છે કે,તેણે  ફિલ્મ ગુંજન સકસેનાના દિગ્દર્શક શરણ શર્માની ફિલ્મ સાઇન કરી છે. 

શરણ શર્માની ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ સામાન્ય ફિલ્મોની સ્ક્રિપ્ટ કરતાં સાવ અલગ છે. જેના માટે સારા અલી ખાને પરફેક્ટ માનવામાં આવી રહી છે. શરણને લાગે છે સારા આનો હિસ્સો બનવા માટે બિલકુલ પરફેક્ટ છે. આ ફિલ્મને લગતા સઘળા પેપરવર્સ પુરા થઇ ગયા છે,અને કહેવાય છે કે, શૂટિંગ પણજલદી શરુ થઇ શકે એમ છે. 

જોકે હજી સુધી સારાની આ ફિલ્મનું નામ તેમજ અન્ય બાબતોની માહિતી આપવામાં આવી નથી. 

સારા ગેસલાઇટ ઉફરાંત વિક્કી કૌશલ સાથે જરા હટકે જરા બચકેમાં પણ જોવા મળવાની છે. તેમજ એ વતન મેરેવતનમાં પણ તે કામ કરવાની છે. 

Gujarat
News
News
News
Magazines