ભાજપ નેતાના પુત્રને ડેટ કરી રહી છે સારા અલી ખાન? સાથે ગુરુદ્વારામાં દેખાતા અટકળો તેજ
Sara Ali Khan dating rumours with Arjun Pratap Bajwa: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેની ફિલ્મ 'મેટ્રો ઇન દિનો'ની સફળતા બાદ ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે તે તેના અંગત જીવનના કારણે હેડલાઇન્સમાં છે. સારા શોબિઝથી દૂર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ, અર્જુન પ્રતાપ બાજવા સાથે શાંતિની પળો વિતાવતી સ્પોટ થઈ હતી.
ગુરુદ્વારામાં સારા અર્જુન સાથે સ્પોટ થઈ
તાજેતરમાં સારા અલી ખાન અને અર્જુન પ્રતાપ બાજવા ગુરુદ્વારામાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ તેમની ડેટિંગની અફવાઓ શરુ થઈ ગઈ છે. વીડિયોમાં સારા સફેદ સૂટમાં સાદગીભર્યા લુકમાં જોવા મળી હતી અને અર્જુન તેની પાછળ ચાલતો જોવા મળ્યો હતો. જોકે બંનેએ સાથે પોઝ આપ્યા નહોતા, તેમ છતાં ચાહકોએ તેમને 'બેસ્ટ જોડી' કહીને પ્રશંસા કરી અને તેમને સાથે જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રિલેશનશિપની અફવાઓ અંગે હાલ મૌન
સારા અને અર્જુનના ડેટિંગની અફવાઓ સૌપ્રથમ ઑક્ટોબર 2024માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ બંને સાથે કેદારનાથ દર્શન કરવા ગયા હતા. સારાને કેદારનાથ પ્રત્યે વિશેષ લગાવ છે અને તે અવારનવાર ત્યાં જાય છે. ત્યારબાદ ડિસેમ્બરમાં તેઓ રાજસ્થાનમાં રજાઓ માણતી સોશિયલમીડિયા પોસ્ટ પરથી આ આફ્વાને વધુ વેગ મળ્યો હતો. જોકે, સારા કે અર્જુન બંનેએ હજુ સુધી તેમના સંબંધો વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ફેન્સ માને છે કે તેઓ સિક્રેટ રિલેશનશિપમાં છે અને યોગ્ય સમયે તેને જાહેર કરશે.
આ પણ વાંચો: સૈયારાની ચર્ચા વચ્ચે બોક્સ ઓફિસ પર 'મહાઅવતાર નરસિમ્હા'ની ધૂમ, બનાવ્યો ખાસ રેકોર્ડ
કોણ છે અર્જુન પ્રતાપ બાજવા?
અર્જુન પ્રતાપ બાજવા એક મોડેલ છે. તે પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ઉપાધ્યક્ષ ફતેહ જંગ સિંહ બાજવાનો પુત્ર છે. અર્જુન એમએમએ (મિક્સ્ડ માર્શલ આર્ટ્સ) ફાઇટર પણ છે. મોડેલિંગ ઉપરાંત તેણે બોલિવૂડમાં અક્ષય કુમારની ફિલ્મ 'સિંઘ ઇઝ બ્લિંગ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.
સારા સાથેના અફેરની ચર્ચા પર અગાઉ અર્જુને કહ્યું હતું કે, 'એવું નથી. હું સિમ્પલ છું. આ બધી માત્ર અફવાઓ છે. જે લોકો કંઈપણ લખવા માંગે છે, તેમને લખવું જોઈએ. તે તેમનું કામ છે. તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. હું તો બસ મારા પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને જે મને કરવાનું છે, તે જ કરું છું અને મને તેનાથી કોઈ ફરક પડતો નથી.'