સૈયારાની ચર્ચા વચ્ચે બોક્સ ઓફિસ પર 'મહાઅવતાર નરસિમ્હા'ની ધૂમ, બનાવ્યો ખાસ રેકોર્ડ
Mahavatar Narasimha Box Office Collection: એક તરફ જ્યાં સૈયારા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે બીજી તરફ 'મહાઅવતાર નરસિમ્હા'એ પણ પોતાનો જલવો દેખાડ્યો છે. સૈયારા ફિલ્મે અત્યાર સુધીમાં 256 કરોડનું કલેક્શન કરી લીધું છે. સૈયારાની ચર્ચા વચ્ચે ફિલ્મ મહાઅવતાર નરસિમ્હાએ સિનેમાઘરમાં એન્ટ્રી કરી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. આ ફિલ્મે કોઈ પણ પ્રમોશન અને પ્રચાર વિના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત પોતાની કમાણીથી ચાહકોને ચોંકાવી રહી છે. ફિલ્મે માત્ર વીકેન્ડમાં જ નહીં પરંતુ વીક ડે માં પણ કમાલ કરી દેખાડ્યો છે.
'મહાઅવતાર નરસિમ્હા'એ બનાવ્યો રેકોર્ડ
25 જુલાઈના રોજ રિલીઝ થયેલી ફિલ્મ મહાઅવતાર નરસિમ્હાએ ચાર દિવસમાં તગડી કમાણી કરી છે. આ ફિલ્મે 2005માં રિલીઝ થયેલી એનિમેટેડ ફિલ્મ હનુમાનને પાછળ છોડી દેતા નંબર વન પર પોતાનું સ્થાન બનાવી લીધુ છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ હવે ભારતની સૌથી વધુ કમાણી કરનારી એનિમેટેડ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની સ્ટોરીમાં ભગવાન વિષ્ણુના બે અવતાર, વરાહ અવતાર અને નરસિંહ અવતારની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મમાં 5 વર્ષના બાળક પ્રહલાદની સ્ટોરી પણ બતાવવામાં આવી છે. દર્શકોને ફિલ્મની સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે.
આ પણ વાંચો: છાવાનો રેકોર્ડ તોડશે સૈયારા? બોક્સ ઓફિસ પર દબદબો, કુલ કમાણી રૂ.250 કરોડને પાર
બોક્સ ઓફિસ પર 'મહાઅવતાર નરસિમ્હા'ની ધૂમ
ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મ બનાવવામાં 4 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે ફિલ્મે બોક્સ ઓફિસ પર તેના બજેટ કરતા 5 ગણી વધુ કમાણી કરી લીધી છે. સેકનિલ્કના રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 1.75 કરોડની કમાણી કરી છે. બીજા દિવસે એટલે કે, શનિવારે ફિલ્મે 4.6 કરોડની કમાણી કરી હતી. ફર્સ્ટ સન્ડે 9.5 કરોડનો બિઝનેસ કર્યો હતો. ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે આ ફિલ્મે 3.86 કરોડની કમાણી કરી. આમ આ ફિલ્મે અત્યાર સુધીમાં 19.71 કરોડની કમાણી કરી છે.