કરણ જોહરે પ્રેમ પ્રકરણના વટાણા વેરી નાખતાં સારા અલી ખાન નારાજ

Updated: Jul 11th, 2022


- કાર્તિક અને સારાનું અફેર ચાલતું હતું તેવું જાહેર કરી દીધું  

- સારા નથી ઈચ્છતી કે લોકો ફિલ્મામાં તેના અભિયનને બદલે તેની પર્સનલ લાઈફની જ ચર્ચા કરે 

મુંબઈ : ભૂલભૂલૈયા ટૂથી બોલીવૂડના ટોચના હીરો તરીકે ઉભરી રહેલા કાર્તિક આર્યન અને સૈફ અલી ખાનની પુત્રી અભિનેત્રી સારા અલી ખાન વચ્ચે એક સમયે રિલેશન હતાં તેવો ભાંડો ખુદ ફિલ્મ સર્જક કરણ જોહરે જ ફોડી નાખ્યા બાદ સારા તેનાથી બહુ જ નારાજ હોવાનું કહેવાય છે. 

તાજેતરમાં કરણ જોહરે એવી બડાશ હાંકી હતી કે મારા શો દરમિયાન જ બોલીવૂડનાં કેટલાય કપલનાં પ્રેમ પ્રકરણ પાંગર્યાં છે અથવા તો તેનો પર્દાફાશ થયો છે. જોકે, બોલીવૂડમાં ચાલતી ચર્ચા અનુસાર સારા અલી ખાન અને કાર્તિક એકસમયે બહુ જ ગાઢ સંબંધમાં હતાં જોકે, કોઈ કારણોસર ંબનેએ આ સંબંધ તોડી નાખ્યો  હતો. બંનેએ ક્યારેય પોતાની રિલેશનશિપ જાહેર કરી ન હતી. પરંતુ, આ ઓપન સિક્રેટ કરણ જોહરે આ રીતે બહાર પાડી દેતાં સારા બહુ જ ધૂંધવાઈ છે. સારા એક સ્ટાર કિડ હોવા છતાં પણ તેને બોલીવૂડમાં બહુ મોટા પાયે લોન્ચિંગ મળ્યું નથી કે તેને ધડાધડ ફિલ્મો અને દમદાર રોલ પણ મળ્યા નથી .તેની ડેબ્યૂ ફિલ્મ કરણ જોહર જ બનાવવાનો હતો તેને બદલે સારા કેદારનાથ ફિલ્મમાં સુશાંતની હિરોઈન તરીકે લોંન્ચ થઈ હતી. 

તે પછી તેની કારકિર્દીમાં ચઢાવ ઉતાર આવ્યા છે. સારાને છેલ્લે ધનુષ અને અક્ષય કુમારની સાથેની ફિલ્મ અતરંગી રેથી બહુ આશા હતી પરંતુ પ્રોડયૂસર આનંદ રાયે કોઈ કારણોસર આ ફિલ્મ સીધી ઓટીટી પર રિલીઝ કરી દેતાં મોટા પડદે પ્રશંસા મેળવવાના સારાના ઓરતા અધૂરા રહી ગયાં હતાં. 

આ સંજોગોમાં સારા ઈચ્છે છે કે લોકો તેની ફિલ્મો અને અભિનય વિશે જ ચર્ચા કરે. પોતાની પર્સનલ લાઈફ વિશે ગોસીપ ચાલે તેવું તે ઈચ્છતી નથી. પરંતુ, સારાના પિતા સૈફ અલી ખાન અને કરણ જોહર બહુ જ ગાઢ દોસ્તો છે. બોલીવૂડમાં ફિલ્મોથી માંડીને એવોર્ડઝ અને એન્ડોર્સમેન્ટસમાં કરણ જોહરનો દબદબો એવો છે કે કોઈ તેની સાથે સંબંધ ખરાબ કરવા ઈચ્છતું નથી. આ સંજોગોમાં સારા  અત્યારે પોતાના અંગત વર્તુળો સિવાય કોઈ સમક્ષ નારાજગી વ્યક્ત કરવા સિવાય કશું કરી શકતી નથી. 

    Sports

    RECENT NEWS