મરાઠી ફિલ્મ જૂના ફર્નિચરની રીમેક માટે સંજય દત્તને ઓફર

- પિતા-પુત્રના સંઘર્ષ આધારિત ફિલ્મ હશે
- બે દાયકા પછી દિગ્દર્શક મહેશ માંજરેકર અને સંજય દત્ત વચ્ચે કોલબરેશન થશે
મુંબઇ : મહેશ માંજરેકર ૨૦૨૪ની મરાઠી ફિલ્મ 'જૂના ફર્નીચર'ની રીમેક બનાવી રહ્યો છે.
ફિલ્મના મુખ્ય રોલ માટે તેણે સંજય દત્તનો સંપર્ક કર્યો છે. જો સમુસૂથરું પાર પડશે તો આ જોડી બે દાયકા પછી ફરી સાથે કામ કરશે.
મહેશ માજંરે કરે મૂળ મરાઠી ફિલ્મમાં દિગ્દર્શન કરવાની સાથેસાથે મુખ્ય ભૂમિકા પણ ભદવી હતી. આ ફિલ્મના વિષય અને અભિનય માટે મહેશ માંજરેકરની બહુ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ એક વરિષ્ઠ નાગરિક અને તેના આઇએએસ અધિકારી પુત્ર પરઆધારિત છે. પિતાને જ્યારે પૈસાની આવશક્યતા પડે છે ત્યારે તેનો પુત્ર ઉપલબ્ધ હોતો નથી. પરિણામે નારાજ પિતા દીકરા પર કેસ કરે છે તેવી વાર્તા છે.
મહેશ માંજરેકર તથા સંજય દત્ત અનેક ફિલ્મો સાથે કરી ચૂક્યા છે. મહેશ માંજરેકરે બનાવેલી 'વાસ્તવ' સંજય દત્તની કારકિર્દીની યાદગાર ફિલ્મ ગણાય છે. તેમણે છેલ્લે ૨૦૦૫માં 'લાઈફ હો તો ઐસી' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.








