'અમારી ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ માટે અલગ બજેટ હોય છે...'જાણીતી અભિનેત્રીના ખુલાસાથી ભૂકંપ
Sandra Thomas On Drugs: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. થોડા સમય પહેલા અભિનેત્રી વિન્સી એલોશિયસે શાઈન ટોમ ચાકો પર નશાની હાલતમાં ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો પરંતુ તેના પર કોઈ કાયદાકીય કાર્યવાહી નથી થઈ અને હવે ફિલ્મ નિર્માતા અને અભિનેત્રી સેંડ્રા થોમસે ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગ વિશે વાત કરી છે. એટલું જ નહીં અભિનેત્રીના મતે ફિલ્મના બજેટમાં જ આ માટે એક અલગ રકમ રાખવામાં આવી છે.
અભિનેત્રીના ખુલાસાથી ભૂકંપ
એક તરફ દર્શકો ફિલ્મોને એક કલા માને છે, ત્યારે પડદા પાછળનું કાળું સત્ય આઘાતજનક છે. એક મુલાકાતમાં સેંડ્રા થોમસે ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના 'સિસ્ટમેટિક' (વ્યવસ્થિત) ઉપયોગ વિશે એવી વાત કહી જેણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી છે.
આ પણ વાંચો: તેનો ઈરાદો સારો નહોતો, ગંદી ઓફર કરી..', ગ્લેમરસ એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ અંગે કર્યો ધડાકો
ડ્રગ્સના ઉપયોગ માટે અલગ રૂમની ખાસ વ્યવસ્થા
સેંડાએ જણાવ્યું કે, 'હવે ફિલ્મ સેટ પર ડ્રગ્સના ઉપયોગ માટે અલગ રૂમની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલું જ નહીં ડ્રગ્સની ખરીદી પણ ફિલ્મોના નિર્ણામ બજેટમાંથી કરવામાં આવે છે.' એક્ટ્રેસે આરોપ લગાવ્યો કે 'ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકો આ પ્રથાથી વાકેફ છે પણ ચૂપ રહે છે, કારણ કે તેમની કારકિર્દી આ ઉદ્યોગ પર નિર્ભર છે. ફક્ત પુરુષો જ નહીં પરંતુ સ્ત્રીઓ પણ ડ્રગ્સનો ઉપયોગ કરી રહી છે. કલાકારો હોય, ટેકનિશિયન હોય કે બીજું કોઈ, દરેક વ્યક્તિ આ ગંદી વસ્તુમાં સામેલ છે.'