'તેનો ઈરાદો સારો નહોતો, ગંદી ઓફર કરી..', ગ્લેમરસ એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ અંગે કર્યો ધડાકો
Neha pendse shared casting couch experience: ટીવી અભિનેત્રી નેહા પેંડસેએ ખૂબ જ નાની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે કહ્યું કે, 'મને પહેલી કમાણી માત્ર 500 રૂપિયા મળ્યા હતા. પરંતુ આજે હું એક સફળ ટીવી અને ફિલ્મ કલાકાર છું.'
નેહાએ પહેલીવાર ટીવી શૉ કેપ્ટન હાઉસમાં કામ કર્યું હતું. પછી તે પડોસણ અને હસરતેં જેવા શૉમાં પણ જોવા મળી. ફિલ્મોમાં તેનો પહેલો રોલ દાગ: ધ ફાયરમાં હતો. તેણે સની દેઓલની બહેનની ભૂમિકા પણ ભજવી હતી. ત્યારબાદ તેણે તેલુગુ, તમિલ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેને દરેક ભાષાના પ્રેક્ષકો તરફથી પ્રેમ મળ્યો છે.
નેહાએ કાસ્ટિંગ કાઉચ અંગે કર્યો ધડાકો
નેહાએ પોતાના ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચ અંગે મોટો ધડાકો કરતા જણાવ્યું હતું કે, 'એકવાર કોઈએ મનેને ખોટા ઈરાદા સાથે સૂવાની ઓફર કરી હતી, જેનો મેં સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આવી વાતો સાંભળીને દુઃખ થાય છે, પણ મેં ક્યારેય હાર ન માની. કામ ન મળવા છતાં પણ મેં હિમ્મત ન હારી. જો કોઈ વ્યક્તિ સખત મહેનત કરતી રહે તો તેને એક દિવસ ચોક્કસ સફળતા મળશે.' એક્ટ્રેસે તાજેતરમાં મરાઠી ફિલ્મ જૂનમાં શાનદાર અભિનય કર્યો છે. આ ઉપરાંત તે ટીવી શૉ ભાભી જી ઘર પર હૈ અને મેં આઈ કમ ઈન મેડમ?માં પણ જોવા મળી હતી.
આ પણ વાંચો: ઝારખંડમાં ભીષણ એન્કાઉન્ટરમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા ઠાર, તેના પર 15 લાખનું ઇનામ હતું
સંબંધીઓ ટોણા મારતા
એક્ટ્રેસે જણાવ્યું કે, 'પોતાની મહેનતથી જે કંઈ મેળવ્યું છે તેના પર મને ગર્વ છે. આજે પણ હું નવી ભૂમિકાઓ કરીને લોકોનું મનોરંજન કરવા માગુ છું. હું એક બાળ કલાકાર હતી. મેં બાળપણમાં જ પૈસા કમાવવાનું શરૂ કરી દીધું હતું. 10 વર્ષની ઉંમરે મને 500 રૂપિયા મળ્યા, જે મેં મારા માતા-પિતાને આપી દીધા. મારા પરિવારમાં કોઈ ફિલ્મોનું નથી. આ કારણે મારે ઘણું સહન કરવું પડયું. 20 વર્ષ પહેલા છોકરીઓ માટે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવું સારું ન માનવામાં આવતું હોવાથી મારા સંબંધીઓ પણ મારા વિશે વિચિત્ર વાતો કહેતા હતા. મને ઘણા ટોણા મારવામાં આવ્યા અને આજે જ્યારે મને આ તક મળી છે ત્યારે એ જ સંબંધીઓ કહે છે કે અરે, નેહા મારી કઝિન છે, નેહા મારી બહેન છે...'