સમીર વાનખેડેએ શાહરુખ ખાન વિરુદ્ધ દિલ્હી HCમાં કર્યો માનહાનિનો કેસ, આર્યન ખાનની વેબ સીરિઝને લઈને વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sameer Wankhede Files Complaint Against SRK: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની નેટફ્લિક સીરિઝ 'ધ બેડ્...સ ઑફ બોલિવૂડ' વિવાદમાં સપડાઈ છે. આ સીરિઝમાં પોતાની છબિ ખરડાઈ હોવાનો દાવો કરીને સમીર વાનખેડેએ શાહરુખ ખાન, ગૌરી ખાન, નેટફ્લિક્સ ઇન્ડિયા અને રેડ ચિલીઝ વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો છે. વાનખેડેએ શાહરુખના પુત્ર આર્યન ખાનના દિગ્દર્શક હેઠળ બનેલી સીરિઝને 'દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભરી' ગણાવીને દાવો કર્યો છે કે, આ સીરિઝમાં 'એન્ટી-ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું ભ્રામક અને નકારાત્મક ચિત્રણ કરાયું છે, જેના કારણે કાયદાનો અમલ કરાવતી સંસ્થામાં લોકોનો વિશ્વાસ ઘટી શકે છે.’
વાનખેડેના વકીલ જતીન પરાશરે કહ્યું કે, સમીરનો આરોપ છે કે, આર્યન ખાનની પોતાની સીરિઝમાં તેના જેવા જ વ્યક્તિને દર્શાવાયા છે. શોમાં તેનું કેરેક્ટર એસેસિનેશન કરાયું. શોને લઈને સમીર વાનખેડે અને તેના પરિવારને અપશબ્દો કહેવા પડી રહ્યા છે. તેમને ભ્રષ્ટ ગણાવાઈ રહ્યા છે. તેવામાં આર્યનના શોના આ ભાગને ડિલીટ કરવામાં આવે.
IRS અધિકારી સમીર વાનખેડેએ દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે જેમાં સુપરસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરનેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય વિરુદ્ધ કાયમી અને ફરજિયાત મનાઈ હુકમ, ઘોષણા અને નુકસાનીની માગ કરવામાં આવી છે.
સમીર વાનખેડે અનેક વખત વિવાદોમાં આવ્યા
નોંધનીય છે કે, સમીર વાનખેડે એ NCB (Narcotics Control Bureau)ના પૂર્વ ઝોનલ ડિરેક્ટર છે, જેમણે મુંબઈમાં અનેક ડ્રગ્સ કેસોમાં કાર્યવાહી કરી હતી. તેઓ કડક અધિકારી તરીકે જાણીતા થયા, પણ ઘણી વખત વિવાદોમાં પણ આવ્યા.
આર્યન ખાન કેસમાં પણ વાનખેડે મુખ્ય ચર્ચામાં આવ્યા હતા. 2021માં ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો અને તેને કેટલાક દિવસ કસ્ટડીમાં પણ રહેવું પડ્યું હતું. બાદમાં આર્યન ખાનને ક્લિનચીટ મળી ગઈ હતી. જો કે, આ દરમિયાન તેણે 27 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.









