Entertainment

નિધિ અગ્રવાલ બાદ સામંથા રુથ પ્રભુ સાથે પણ ટોળાનું ગેરવર્તન, સાડી ખેંચાઈ, ચોતરફથી ફેન્સની ટીકા

By GS TEAM
22 Dec 20252 mins read
TukuTouch Logo
દક્ષિણ ભારત અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ તાજેતરમાં એક ઈવેન્ટમાં ધક્કામુક્કીનો ભોગ બની હતી. હૈદરાબાદમાં એક શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ઉમટેલી બેકાબૂ ભીડે સામંથાને ઘેરી લેતા અભિનેત્રીની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. થોડા દિવસો પહેલા અભિનેત્રી નિધિ અગ્રવાલ સાથે પણ આવી જ ઘટના બની હતી, જેના કારણે હવે ફેન્સના વર્તનની ચોતરફી ટીકા થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિધિ અગ્રવાલ બાદ સામંથા રુથ પ્રભુ સાથે પણ ટોળાનું ગેરવર્તન, સાડી ખેંચાઈ, ચોતરફથી ફેન્સની ટીકા

Samantha Ruth Prabhu Caught In Crowd: દક્ષિણ ભારત અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ તાજેતરમાં એક ઈવેન્ટમાં ધક્કામુક્કીનો ભોગ બની હતી. હૈદરાબાદમાં એક શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ઉમટેલી બેકાબૂ ભીડે સામંથાને ઘેરી લેતા અભિનેત્રીની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. થોડા દિવસો પહેલા અભિનેત્રી નિધિ અગ્રવાલ સાથે પણ આવી જ ઘટના બની હતી, જેના કારણે હવે ફેન્સના વર્તનની ચોતરફી ટીકા થઈ રહી છે.

સાડી ખેંચાઈ અને લથડી પડી એક્ટ્રેસ

અહેવાલો અનુસાર, રવિવારે (21મી ડિસેમ્બર) સામંથા રૂથ પ્રભુ હૈદરાબાદમાં એક સાડી શોરૂમના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચી હતી. સામંથાની એક ઝલક મેળવવા માટે તેના હજારો ફેન્સ ઉમટી પડ્યા હતા. જ્યારે સામંથા શોરૂમની બહાર નીકળી, ત્યારે ભીડે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. ભીડમાં ફસાયેલી સામંથા સુરક્ષિત રીતે કાર સુધી પહોંચવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. આ ખેંચતાણમાં તેની સાડી પણ ખેંચાઈ હતી અને તે ઘણી વખત લથડી પડી હતી. અભિનેત્રીના બોડીગાર્ડ્સે માનવ સાંકળ બનાવીને જેમ-તેમ કરીને સામંથાને કારમાં બેસાડી હતી.

આ પણ વાંચો: VIDEO: ભીડની ધક્કા-મુક્કીમાં ફસાઈ જાણીતી અભિનેત્રી, મેનેજમેન્ટ પર ફેન્સ-સેલિબ્રિટી બગડ્યાં

સોશિયલ મીડિયા પર આક્રોશ

આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ યુઝર્સ આકરા પ્રહાર કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સેલિબ્રિટીઝ સાથે આ પ્રકારનું અશોભનીય વર્તન જરા પણ સ્વીકાર્ય નથી. આયોજકો દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન રાખવા બદલ પણ સોશિયલ મીડિયા પર યુઝર્સસ સવાલો ઊઠાવી રહ્યા છે.

સામંથાએ સોશિયલ મીડિયા શેર કરી પીડા 

ઈવેન્ટ બાદ સામંથાએ સોશિયલ મીડિયા પર તેના લુકની સુંદર તસવીરો શેર કરી હતી, પરંતુ તેની સાથે લખેલી કેપ્શને ચાહકોને ભાવુક કરી દીધા હતા. તેમમે લખ્યું 'એક્શનથી ભરપૂર શૂટિંગ શેડ્યૂલ પછી, ઈજાઓ, લોહી અને પીડા સહન કરવા છતાં, પરિસ્થિતિને જોતાં અમે પોતાને આશ્ચર્યજનક રીતે ખૂબ સારી રીતે સંભાળી લીધા.'

સામંથાની આ પોસ્ટ સૂચવે છે કે તે શારીરિક રીતે અસ્વસ્થ હોવા છતાં આ પ્રોફેશનલ કમિટમેન્ટ પૂર્ણ કરવા પહોંચી હતી, જ્યાં તેને આવી અપ્રિય પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.