Entertainment

સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ ડિનર ડેટ પર જોવા મળ્યા

By GS TEAM
1 Aug 20251 min read
સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ ડિનર ડેટ પર જોવા મળ્યા

- રેસ્ટોરન્ટ પાસે તસવીરકારોને જોતાં જ દિગ્દર્શકના ચહેરા પર ગુસ્સો જોવા મળ્યો

મુંબઈ : સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. બન્ને શહેરમાં તેમ જ વેકેશન પર સાથે જોવા મળતાં હોય છે. તેમની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થતી હોય છે. જોકે તેમણે તેમના સંબંધ પર કોઈ સ્પષ્ટતા કરી નથી. હાલમાં તેઓ મુંબઈની એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યા હતા. તેમને જોઈને ત્યાં હાજર રહેલા તસવીરકારોએ તેમની અંગત પળોને કેપ્ચર કરવાના પ્રયાસ કરતાં રાજા નિદિમોરુ નારાજ થઈ ગયો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ એકબીજાની કંપનીમાં ખુશ જોવા મળ્યા હતા. તેઓ રેસ્ટોરાંમાંથી બહાર નીકળીને કારમાં બેસી ગયા હતા. 

પાપારાઝીઓને જોતાં જ રાજ નિદિમોરુના ચહેરા પર ગુસ્સાની લકીર જોવા મળી હતી. 

એ સમયે સામંથા ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી અને નિદિમોરુ ભમર ચઢાવીને ગુસ્સાથી તસવીરકારોને જોઈ રહ્યા હતા. તેના ચહેરા પર મીડિયાકર્મીઓ પરનો ગુસ્સો અને નારાજગી સ્પષ્ટ જોવા મળી હતી.

એક સોર્સના અનુસાર સામંથા રૂથ પ્રભુ અને નિદિમોરુ સાથે રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને તેમના માટે ઘર શોધી રહ્યા છે. જોકે સામંથાના મેનેજરે આ વાતનો ઇન્કાર કરીને વાતને અફવામાં ખપાવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજનિદિમોરુ પત્ની દયામળીથી છુટો થઈ ગયો છે.