Entertainment
સલમાન સાઉથની પિરિયડ ફિલ્મમાં કામ કરશે
By GS TEAM
6 Aug 20251 min read

- 70ના દશક પર આધારિત ફિલ્મ હશે
- મલયાલમ ડિરેક્ટર મહેશ નારાયણ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે
મુંબઇ : સલમાન ખાન 'બેટલ ઓફ ગલવાન' પછી મલયાલમદિગ્દર્શક મહેશ નારાયણની ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મમાં ૧૯૭૦ થી ૧૯૯૦નાં વર્ષો દરમિયાનની ઘટના દર્શાવાશે.
દિગ્દર્શકે એકથઈ વધુ વાર સલમાન સાથે સ્ક્રિપ્ટ સેશન યોજ્યું હતું. તે પછી સલમાન ખાને ફાઈનલ સ્ક્રિપ્ટ મંજૂર કરી હતી.
સલમાનને એક હિટ ફિલ્મની તાતી જરૂર છે, તેથી તેણે પણ હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો માર્ગ લીધો છે.
હાલ તે ચિત્રાંગદા સિંહ સાથે 'બેટલ ઓફ ગલવાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની છેલ્લી ફિલ્મ 'સિકંદર' ટિકિટબારી પર સુપરફલોપ પુરવાર થઈ હતી.









