Entertainment

4 કલાક જિમ, કોઈ ટ્રેનર નહીં… ફૉજી બનવા માટે સલમાન ખાન લઈ રહ્યો છે ખાસ ટ્રેનિંગ

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન 'સિકંદર' ફિલ્મ ફ્લોપ થયા પછી તે તેની અગામી ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો છે. સલમાને 'સિકંદર' ફિલ્મથી જેટલી અપેક્ષા રાખી હતી, તેટલી આ ફિલ્મ એટલી સફળ થઈ ન હતી. 200 કરોડ રૂપિયામાં બનેલી એ.આર.મુરુગાદોસની આ ફિલ્મ સુપર ફ્લોપ રહી. રિપોર્ટ્સ પ્રમાણે સલમાનની આવનારી ફિલ્મ ગલવાન વેલી પર થયેલી લડાઈના આધારિત છે. અપૂર્વ લાખિયાનીની વોર ડ્રામા ફિલ્મમાં તે 'કર્નલ સંતોષ બાબુ'નું પાત્ર ભજવશે. જણાવી દઈએ કે સંતોષ બાબુ 16મી બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. આ ફિલ્મ માટે સલમાન ખૂબ મહેનત કરી રહ્યો છે. જાણો આ ફિલ્મ માટે સલમાન કેવી તૈયારીઓ કરી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

4 કલાક જિમ, કોઈ ટ્રેનર નહીં… ફૉજી બનવા માટે સલમાન ખાન લઈ રહ્યો છે ખાસ ટ્રેનિંગ

Salman khan begins special fitness training:   'સિકંદર' ફિલ્મ ફ્લોપ થયા પછી બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન તેની અગામી ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો છે.  સલમાને 'સિકંદર' ફિલ્મથી જેટલી અપેક્ષા રાખી હતી, તેટલી આ ફિલ્મ સફળ થઈ ન હતી. 200 કરોડ રૂપિયામાં બનેલી એ.આર.મુરુગાદોસની આ ફિલ્મ સુપર ફ્લોપ રહી. રિપોર્ટ્સ પ્રમાણે સલમાનની આવનારી ફિલ્મ ગલવાન વેલી પર થયેલી લડાઈના આધારિત છે. અપૂર્વ લાખિયાનીની વોર ડ્રામા ફિલ્મમાં તે 'કર્નલ સંતોષ બાબુ'નું પાત્ર ભજવશે. જણાવી દઈએ કે સંતોષ બાબુ 16મી બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. આ ફિલ્મ માટે સલમાન  ખૂબ મહેનત કરી રહ્યો છે. જાણો આ ફિલ્મ માટે સલમાન કેવી તૈયારીઓ કરી રહ્યો છે. 

આ પણ વાંચો : Panchayat 4 Review: 'પંચાયત સીઝન 4' લોકોને પસંદ ન આવી? આ ટ્વિસ્ટથી ફેન્સ આશ્ચર્યમાં મૂકાયા


ફોજી બનવાની તૈયારી શરૂ?  

કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે સિકંદર ફિલ્મ ફ્લૉપ થયા બાદ સલમાને તેની આવનારી વોર ડ્રામા ફિલ્મ માટે ફિઝિકલ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ફોજીનું પાત્ર ભજવવા તે તેની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપી રહ્યો છે. સલમાને ખંડાલા ફાર્મ હાઉસ અને બાંદ્રા એપાર્ટમેન્ટના જિમમાં કેટલાક ફેરફારો પણ કર્યા છે.  ટ્રેનર વગર  તે રોજ જિમમાં 4 કલાક મસલ્સ પર  ધ્યાન આપવા સર્કિટ ટ્રેનિંગ કરી રહ્યો છે, જેમાં સ્ટ્રેન્થ, કાર્ડિયો અને એન્ડ્યોરન્સ સામેલ છે.  


ફિલ્મની શૂટિંગ ક્યારે શરૂ થશે?  

ફિલ્મ માટે અપૂર્વ લાખિયાની  જુલાઈની શરૂઆતમાં જ લૂક ટેસ્ટ કરશે. જ્યારે, ઑગસ્ટમાં ફિલ્મનો ફર્સ્ટ શેડ્યૂલ શરૂ થશે. ફિલ્મની શૂટિંગ લદ્દાખમાં થશે, જ્યાં કેટલાક મહત્વપૂર્ણ સીન્સ પૂર્ણ થશે. રિપોર્ટ્સ મુજબ શૂટ પહેલા  સલમાન ઑલ્ટિટ્યૂડ ટ્રેનિંગ સ્ટૂડિયો જોઇન કરશે. તેનું ફિટ રહેવું ખૂબ જરૂરી છે, જેથી તે લદ્દાખમાં કોમ્બેટ સિક્વન્સ શૂટ કરી શકે.