Entertainment

Panchayat 4 Review: 'પંચાયત 4' લોકોને પસંદ ન આવી? આ ટ્વિસ્ટથી ફેન્સને પણ આશ્ચર્ય

By GS Team
24 Jun 20252 mins read
This article was originally published on 24 Jun 2025
TukuTouch Logo
મોસ્ટઅવેટેડ વેબ સીરિઝ 'પંચાયત સીઝન 4' આજથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ છે. ફુલેરા ગામના પ્રધાન અને સચિવ પર આધારિત આ સીરિઝની વાર્તા ખૂબ આગળ વધી ગઈ છે. સીરિઝના મુખ્ય પાત્ર જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, ચંદન રોય, નીના ગુપ્તા, સંવિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક પોતાના-પોતાની ભૂમિકા ભજવી દર્શકોને ફરીથી એન્ટરટેઈન કરવામાં સફળ રહ્યા છે. ચંદન કુમાર અને દીપક કુમાર મિશ્રા દ્વારા રીલિઝ થયેલી આ સીરિઝ વિશે લોકોનું શું માનવું છે, ચાલો જાણીએ.હાલ પ્રાઇમ વીડિયો 'પંચાયત સીઝન 4'ના 8 એપિસોડ્સ રીલિઝ થઈ ગયા છે. સીરિઝ જોયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની રીતે રિવ્યૂ રજૂ કર્યું છે. ઘણા લોકોએ આ સીરિઝ જોઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. એક યુઝરે લખ્યું, ''દરેક પાત્રનું પર્ફોર્મન્સ ખૂબ સારું છે. સ્ટોરીલાઈન પણ ઇમોશનલ રીતે સારી છે. સ્ટોરીમાં લવ એંગલનો સારો ટચ આપ્યો છે, પણ સિઝન 3 ની તુલનામાં આ સિઝન થોડી બોરિંગ છે''

Summarized by AI; it may make mistakes. Check important info

Panchayat 4 Review: 'પંચાયત 4' લોકોને પસંદ ન આવી? આ ટ્વિસ્ટથી ફેન્સને પણ આશ્ચર્ય

image credit : instagram /neena_gupta

Panchayat 4 Review: મોસ્ટઅવેટેડ વેબ સીરિઝ 'પંચાયત સિઝન 4' આજથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ છે. ફુલેરા ગામના પ્રધાન અને સચિવ પર આધારિત આ સીરિઝની વાર્તા ખૂબ આગળ વધી ગઈ છે. સીરિઝના મુખ્ય પાત્ર  જિતેન્દ્ર કુમાર, રઘુવીર યાદવ, ચંદન રોય, નીના ગુપ્તા, સંવિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠકે  પોતાના-પોતાની ભૂમિકા ભજવી દર્શકોને ફરીથી એન્ટરટેઈન કરવામાં સફળ રહ્યા છે. ચંદન કુમાર અને દીપક કુમાર મિશ્રા દ્વારા  રીલિઝ થયેલી આ સીરિઝ વિશે લોકોનું શું માનવું છે, ચાલો જાણીએ. હાલ પ્રાઇમ વીડિયો 'પંચાયત સિઝન 4'ના  8 એપિસોડ્સ રીલિઝ થઈ ગયા છે. સીરિઝ જોયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની રીતે રિવ્યૂ રજૂ કર્યું છે. 

ઘણા લોકોએ આ સીરિઝ જોઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. એક યુઝરે લખ્યું, ''દરેક પાત્રનું પર્ફોર્મન્સ ખૂબ સારું છે. સ્ટોરીલાઈન પણ ઇમોશનલ રીતે સારી છે. સ્ટોરીમાં લવ એંગલનો  સારો ટચ આપ્યો છે, પણ સિઝન 3 ની તુલનામાં આ સિઝન થોડી બોરિંગ છે''

આ પણ વાંચો : ત્રણ દિવસમાં 500 કરોડને પાર, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મે મચાવી ધૂમ


'પંચાયત 5'ની લોકો રાહ જોઈ રહ્યા છે  

 'પંચાયત સિઝન 4'ના એપિસોડ્સ રીલિઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.  કેટલાક લોકોએ TVFથી વિનંતી કરી હતી કે તેઓ 'પંચાયત સિઝન 5' પાંચની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'સિઝન 4ના બધા એપિસોડ્સ જોઈ લીધા. બધા કલાકારોએ સારો અભિનય કર્યો છે. હવે હું  પાંચમા સિઝનની રાહ જોઈ રહ્યો છું.'