સલમાન ખાન વારંવાર કરે છે 5 ભૂલ! સ્ટારડમ બચાવવાના પડકારનો કરવો પડે છે સામનો
ઇમોશનલ કહાણીને ઇગ્નોર ના કરે
90ના દાયકાથી લઇને આજ સુધી સલમાનની ફેમેલી ડ્રામા,રોમાંસ અને ઇમોશનલ કહાણીની ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર જુદો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સલમાનને તેની જૂની ફિલ્મ 'હમ આપકે હૈ કોન', 'હમ સાથ-સાથ હૈ', 'સનમ બેવફા',' સાજન' અને 'હમ દિલ દે ચૂકે સનમ'ના દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. તેના પાછળનું કારણ એ છે કે સલમાનના ચહેરા પર એક ભોળપણ રહ્યું છે. 10 વર્ષ પહેલાં તેની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ બ્લોકબસ્ટર બની, ત્યારે સલમાનની ઉંમર માત્ર 49 વર્ષ હતી. ‘બજરંગી ભાઈજાન’ એક ઇમોશનલ વ્યક્તિની કહાણી હતી, જેની ભૂમિકાને સલમાને ખૂબ જ સારી રીતે ભજવી હતી. એટલે સલમાને તેની આવનારી ફિલ્મોમાં ઈમોશનલ કહાણીને ઇગ્નોર ના કરે.
રિમેક અને ફ્રેન્ચાઈઝી ફિલ્મોથી અંતર જાળવે
સલમાનની ફેન આર્મી છેલ્લા કેટલા વર્ષોથી સલાહ આપી રહી છે કે હવે તેને કઇક નવું કરવું જોઈએ. ઇન્ડસ્ટ્રીમાં નવા કન્ટેન્ટ ખૂબ ઓછા જોવા મળે છે. પછી તે અક્ષય કુમારની ફિલ્મના હોય કે પછી અજય દેવગણની ફિલ્મના હોય. દરેક અભિનેતા હવે તેમની હિટ ફ્રેંચાઈઝીના અન્ય ભાગ બનાવવામાં વ્યસ્ત છે. એવામાં સલમાનને બૉક્સ ઑફિસ પર કમબેક કરવું હોય, તો તેણે નવી અને ફ્રેશ કહાણીને પસંદ કરવાની ખાસ જરૂર છે. 'બેટલ ઑફ ગલવાન'ની કહાણી ફ્રેશ લાગી રહી છે પણ આ જ નામની એક ફિલ્મ પહેલાથી જ યૂટ્યૂબ પર અપલોડ છે, જેમાં 'આશિકી'ના રાહુલ રૉય મુખ્ય ભૂમિકામાં નજર આવી રહ્યા છે.
દિગ્દર્શક પર વિશ્વાસ રાખવો જરૂરી
સલમાન ખાન જે એક ભૂલ અનેક વાર કરે છે, તે એ છે કે તેની ફિલ્મોના દિગ્દર્શકના કામ સાથે છેડછાડ. હંમેશાં તેના કો-સ્ટાર અને દિગ્દર્શક દ્વારા સાંભળવા મળ્યું છે કે તે સીનને બદલી નાખી છે, અથવા કોઈ સારા સીન ફિલ્મથી હટાવી નાખે છે. ઘણી વાર સલમાન પણ ફિલ્મોના પ્રમોશન દરમિયાન ખુલાસો કરી દે છે કે તેણે આ ફિલ્મનો અમુક ભાગ ચેન્જ કર્યો છે. સંજય લીલા ભણસાલી સાથે તેની ફિલ્મ 'ઇન્શાઅલ્લાહ' બંધ થવા પાછળનું કારણ પણ આ જ જણાવવામાં આવી રહ્યું છે. એવું સાંભળવા મળ્યું હતું કે સલમાન ડિરેક્ટરે આપેલી સ્ક્રિપ્ટમાં હેરફેર કરવા ઈચ્છતો હતો. એટલે સલમાને તેના દિગ્દર્શક પર પર વિશ્વાસ રાખવો જરૂરી છે
ઉંમરને ધ્યાનમાં રાખી ભૂમિકા ભજવવી
સલમાન 59 વર્ષની ઉંમરે 30-40 વર્ષના ઉંમર પાત્રની ભૂમિકા ભજવતો જોવા મળે છે. ત્યારે અજય દેવગણ આ મામલે સાચો ટ્રેક પકડી રાખ્યો છે. તેની ફિલ્મો ‘દૃશ્યમ’, ‘શૈતાન’ અને ‘રેડ 2’ એટલે પણ હિટ થઈ છે, કારણ કે તેના પાત્રો ફેમિલી મેનના હતા. બે મોટા-મોટા બાળકોના પિતા બનવામાં અજયે એક પણ વાર આનાકાની નથી કરી. પરંતુ સલમાનને હજુ સુધી મોટા બાળકોના પિતાની ભૂમિકામાં નથી જોવા મળ્યો.