સલમાન પણ ડરી ગયો કોરોનાથી, ચાહકોને આપ્યો આવો સંદેશ
મુંબઇ, તા.6 એપ્રિલ 2020, સોમવાર
દેશવ્યાપી લોકડાઉન વચ્ચે બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાન પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં દિવસો પસાર કરી રહ્યો છે. સલમાનને જોકે હવે કોરોનાનો ડર લાગવા માંડ્યો છે.
સલમાને પોતાના ભત્રીજા નિર્વાન ખાન સાથે અડધી રાતે એક વિડિયો શેર કરીને કહ્યુ હતુ કે ,અમે લોકો અહીંયા કેટલાક દિવસો માટે આવ્યા હતા. હવે અમે અહીંયા જ છે અને અહીંયા અમે ડરી ગયા છે.
સલમાનના ભત્રીજાએ ત્રણ સપ્તાહથી પોતાના પિતાનુ મોઢુ નથી જોયુ તેવુ સલમાનનુ કહેવુ છે. સલમાન વિડિયોમાં કહે છે કે, મેં ત્રણ સપ્તાહથી મારા પિતા સલીમખાનને પણ નથી જોયા. કારણકે તેઓ ઘર પર એકલા છે.
સલમાન નિર્વાનને પૂછે છે કે, તને પેલો ડાયલોગ યાદ છે ..જો ડર ગયા સમજો મર ગયા..નિર્વાન હા પાડે છે ત્યારે સલમાન કહે છે કે, આ ડાયલોગ અહીંયા એપ્લાય નથી થતો.અમે બહુ બહાદુરીથી કહી રહ્યા છે કે, અમે ડરી ગયા છે અને તમે પણ બહાદુર ના બનો...
સલમાનનો મેસેજ છે કે જો ડર ગયા સમજો બચ ગયા..આમ સલમાને ચાહકોને ડરતા રહેવાનો સંદેશ આપ્યો છે.