Get The App

VIDEO: સલમાન ખાન 11 વર્ષ મોટી એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો હતો! બંનેના લગ્ન થતાં થતાં રહી ગયા

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: સલમાન ખાન 11 વર્ષ મોટી એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો હતો! બંનેના લગ્ન થતાં થતાં રહી ગયા 1 - image
IMAGE SOURCE: IANS 

Salman Khan: અભિનેતા સલમાન ખાનની ચર્ચા તેની ફિલ્મો કરતા તેના અંગત જીવનને લઈને થતી હોય છે. 59 વર્ષની ઉંમરમાં પણ સલમાન કુંવારો છે, હવે તેના મનમાં લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. એવું નથી કે સલમાને પહેલા પણ લગ્ન કરવા વિશે વિચાર્યું ન હોય. એવી ચર્ચા છે કે સલમાનના લગ્ન સંગીતા બિજલાની સાથે થતા થતા રહી ગયા. લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. લગ્નની તૈયારી પણ થઈ ગઈ હતી. પણ નસીબ સામે કોઈનું ન ચાલે. લગ્નના અમુક દિવસો પહેલા સંગીતા અને સલમાનનું બ્રેકઅપ પણ થઈ ગયું. પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે સલમાને સંગીતા સાથે લગ્ન કરતાં પહેલાં બોલિવૂડની દિગ્ગજ અને ઉંમરમાં એક્ટ્રેસ સાથે પણ લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. 

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા... 17 વર્ષ, 4460 એપિસોડ્સ પૂરા, અસિત મોદી સહિતની ટીમે ઉજવણી કરી

કોણ હતી તે એક્ટ્રેસ જેના પર સલમાન ફિદા હતો?

સલમાને તો તેની નાની ઉંમરમાં જ લગ્ન કરવાનો વિચાર કરી લીધો હતો. તેને અભિનેત્રી રેખા સાથે પ્રેમ થઈ ગયો હતો. રોજ સલમાન તેની સાયકલ પર અભિનેત્રીની પાછળ-પાછળ ફરતો હતો. સલમાનની આ પોલ ખૂદ રેખાએ ખોલી હતી. જણાવી દઈએ કે રિયાલિટી શો Bigg Bossના સેટ પર રેખાએ જણાવ્યું હતું કે, સલમાન તેની સાથે લગ્ન કરવા માગે છે. જ્યારે રેખાએ સલમાનની આ પોલ ખોલી ત્યારે સલમાન શરમાઈ ગયો હતો.

રેખા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો સલમાન 

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપ Bigg Boss સિઝન 8ની છે, જ્યારે આ શોમાં અભિનેત્રી રેખા આવી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે કેવી રીતે સલમાન તેની પર ફિદા થયો હતો. ત્યારે સલમાન 6 થી 7 વર્ષના હતા. ક્લિપમાં રેખા કહે છે કે જ્યારે હું વહેલી સવારે વૉક પર જતી હતી ત્યારે સલમાન મારી આગળ પાછળ સાયકલ લઈને ફરતો. સલમાન ત્યારે 6 કે 7 વર્ષનો હશે. તેણે ખબર જ નહોતી કે તે સમયે તેને મારી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે ઘરે જઈને કહેતો કે હું આ અભિનેત્રી સાથે લગ્ન કરીશ.  

રેખાએ સલમાનની પહેલી ફિલ્મમાં કામ કર્યું હતું 

સલમાન ખાન હંમેશાથી રેખાને ખૂબ પસંદ કરતો આવ્યો છે. એટલી તે તેની આદર પણ રાખે છે. સલમાનની પહેલી ફિલ્મમાં પણ રેખા સાથે હતી. તેને રેખાની ફિલ્મ 'બીબી હો તો એસી'માં સાઈડ રોલ પ્લે કર્યો હતો. સલમાને ફિલ્મમાં રેખાના દેવરનું પાત્ર ભજવ્યું હતું. 

આ પણ વાંચો : '30 વર્ષથી ચૂપ રહી અને અવાજ ન ઉઠાવી શકી...', અભિનેત્રી તૃપ્તિ ડિમરીની વેદના

Tags :