સલમાન ખાન ઇન્ડિયન સ્ટાર રેન્કીંગમાં ટોપ પર
- બીજા સ્થાને આવેલા અક્ષય કુમારને હંફાવ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 એપ્રિલ 2020, રવિવાર
સલમાન ખાન ભારતનો લોકપ્રિય કલાકાર છે તેમાં કોઇ શંકા નથી. તેના ફેન્સ ફ્લોઇંગની પણ કોઇ સીમા નથી. એક લોકપ્રિય પોર્ટલના તાજા રિપોર્ટના અનુસાર સ્ટાર રેકિંગની યાદીમાં સલમાન પ્રથમ ક્રમાંકે રહ્યો છે. તેણે બીજા સ્થાન પર આવેલા અક્ષય કુમારને ઘણા અંતરે હંફાવ્યો છે.
રિપોર્ટસના અનુસાર સલમાન ખાન ૧૭૧૮ અંક સાથે પ્રથમ નંબરે રહ્યો જ્યારે આ યાદીમાં અક્ષય કુમાર ૮૮૭ અંક મેળવ્યા છે. સલમાનની દુનિયા ભરમાં સોથી મોટી ફેન ફ્લોઇંગ છે તેની પોતાની એક લીગ છે.
સલમાનને અબાલવૃદ્ધ દરેક વયના લોકો પસંદ કરે છે. તે યુવકોનો તો માનીતો છે પરંતુ તેનાથી વૃદ્દો પણ પ્રબાવિત છે. આ તથ્યને નકારી ન શકાય કે સલમાન પ્રભાવશાળી સેલિબ્રિટિઓમાંનો એક છે.
અભિનેતા બ્રાન્સ્સર્કિટમાં પણ એક પ્રસંશિત નામ છે.આ ઉપરાંત તે જરૂરિયાતોની મદદ કરવા માટે પણ જાણીતો છે. હાલ કોરોના વાયરસના પ્રકોપને કારણે લોકડાઉનના સમયમાં તે જરૂરિયાતોને આર્થિક સહાય તેમજ ખાવાનું પહોંચાડી રહ્યો છે.