Salman Khan Live Painting Video : સલમાન ખાન 27 ડિસેમ્બરે તેના 60મો બર્થડે સેલિબ્રેટ કરશે. આ પહેલા સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે એક વીડિયો શરે કર્યો છે. જેમાં તે પેઈન્ટર બનીને કેનવાસ પર ટેલેન્ટ બતાવતો જોવા મળે છે. સુપરસ્ટારનું ટેલેન્ટ જોઈ લોકો દંગ રહી ગયા હતા. ચાલો જાણીએ એક્ટરે કઈ ખાસ તસવીર બનાવી.
સલમાને બર્થડે પહેલા કર્યું લાઈવ પેઈન્ટિંગ
સલમાન ખાને બર્થડે પહેલા લાઈવ પેઈન્ટિંગનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં સલમાન કેનવાસ પર પેઈન્ટિંગ કરતો જોવા મળે છે. વીડિયોના અંતમાં સલમાન ખાન તેને બનાવેલા પેઈન્ટિંગ પર સાઈન કરે છે અને કહે છે કે, જો આર્ટવર્કને જોવી છે તો બીઈંગ હ્યુમનના પોપઅપ સ્ટોર્સ પર વિઝિટ કરો.
વીડિયો પોસ્ટ પર ફેન્સની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરવાની સાથે સલમાને કેપ્શનમાં લખ્યું હતું કે, 'એક એવું સેલિબ્રેશન જે સાચેજ શાનદાર છે. બીઈંગ હ્યુમન ક્લોથિંગના પોપઅપ સ્ટોર પર મારા એક્સક્લૂઝિવ આર્ટવર્કનો અનુભવ કરો.' જ્યારે ફેન્સે પણ એક્ટરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ભાઈજાનને હાર્ટ ઇમોજી સાથે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: કરોડોમાં છે સલમાન ખાનની નેટવર્થ, એક્ટિંગ ઉપરાંત જાણો ક્યાં-ક્યાંથી કરે છે કમાણી
સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની છેલ્લી ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ સિકંદર હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ પરફોર્મ કર્યું ન હતું. સુપરસ્ટાર હાલમાં તેની આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'માં વ્યસ્ત છે. આ બધા વચ્ચે સલમાનની આગામી ફિલ્મનું ટીઝર તેમના જન્મદિવસ 27 ડિસેમ્બરે રિલીઝ થવાની આશા છે. આ ફિલ્મ આવતા વર્ષે જૂન અથવા જુલાઈમાં રિલીઝ થઈ શકે છે. જોકે, ફિલ્મ મેકર્સે હજુ સુધી રિલીઝ તારીખ જાહેર કરી નથી.


