Salman Khan Networth: બોલિવૂડમાં સ્ટાર્સની કારકિર્દી ઉતાર-ચઢાવ ભરેલી હોય છે, પરંતુ સલમાન ખાને પોતાની એક એવી ઓળખ બનાવી છે જે માત્ર ફિલ્મો સુધી મર્યાદિત નથી. તાજેતરમાં 60 વર્ષના થયેલા 'ભાઈજાન'ની કુલ સંપત્તિ લગભગ 3000 કરોડ રૂપિયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ સંપત્તિનો અડધો હિસ્સો તેણે ફિલ્મો સિવાયના બિઝનેસમાંથી મેળવ્યો છે. રિયલ સ્ટેટથી લઈને ફિટનેસ વેન્ચર્સ સુધી, સલમાન ખાન અનેક ક્ષેત્રોમાં સક્રિય છે.
1. બીઈંગ હ્યુમન: એક અનોખું રેવન્યૂ મોડલ
2007માં સલમાને 'બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન'ની સ્થાપના કરી હતી. આ સંસ્થા શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં હૃદયની સર્જરી અને કેન્સર જેવી બીમારીઓમાં દર્દીઓને મદદ કરે છે. આ ફાઉન્ડેશનની ખાસિયત એ છે કે તે લોકો પાસે દાન માંગવાને બદલે કપડાં અને અન્ય એસેસરીઝના વેચાણ દ્વારા ફંડ એકત્ર કરે છે.
2. SK-27 અને ફિટનેસ ઈક્વિપમેન્ટ
ફિટનેસ સલમાન ખાનની ઓળખ છે. 2019માં તેણે SK-27 નામની જીમ ચેઈન લોન્ચ કરી હતી. આ ઉપરાંત, તેણે 'બીઈંગ સ્ટ્રોન્ગ' (Being Strong) બ્રાન્ડ હેઠળ હાઈ-ક્વોલિટી ફિટનેસ ઈક્વિપમેન્ટ પણ બજારમાં લોન્ચ કર્યા છે. મુંબઈ, નોઈડા અને કોલકાતા જેવા મોટા શહેરોમાં તેમના હાઈ-ટેક જીમ આવેલા છે.
3. સલમાન ખાન ફિલ્મ્સ (SKF)
2011માં સ્થપાયેલું આ પ્રોડક્શન હાઉસ સલમાનની કમાણીનો મોટો સ્ત્રોત છે. 'ચિલ્લર પાર્ટી'થી લઈને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહિટ ફિલ્મો આ બેનર હેઠળ બની છે. તેની પ્રથમ ફિલ્મ 'ચિલ્લર પાર્ટી' એ તો 3 નેશનલ એવોર્ડ્સ પણ જીત્યા હતા.
4. ટીવી હોસ્ટિંગ: બિગ બોસનો દબદબો
સલમાન ખાન 2010થી રિયાલિટી શૉ 'બિગ બોસ' હોસ્ટ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિગ બોસની સીઝન 19 માટે તેઓ દર અઠવાડિયે 45થી 50 કરોડ રૂપિયા જેવી માતબર ફી લેતો હોવાની ચર્ચા છે.
5. પેઈન્ટિંગ અને ગૂમિંગ બ્રાન્ડ્સ
સલમાન ખાન એક સારો પેઈન્ટર પણ છે. તેના આર્ટવર્કની ઘણી ડિમાન્ડ હોય છે અને તેની વેચાણમાંથી થતી કમાણી પણ 'બીઈંગ હ્યુમન'માં જાય છે. આ ઉપરાંત, કોરોનાકાળ દરમિયાન તેણે 'FRSH' નામની પોતાની ગ્રૂમિંગ અને પર્સનલ કેર બ્રાન્ડ પણ લોન્ચ કરી હતી.
6. એન્ડોર્સમેન્ટ્સ: એક એડના કરોડો રૂપિયા
સલમાન ખાન પેપ્સી, સુઝુકી, ડાબર, રીયલમી અને ડિક્સી સ્કોટ જેવી અનેક મોટી બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે. રીપોર્ટ મુજબ, સલમાન એક જાહેરાત શૂટ કરવાના 6 થી 7 કરોડ રૂપિયા વસૂલે છે.


