Entertainment

VIDEO: સલમાન ખાનના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન, માતા-પિતા સંગ કરી આરતી

By GS TEAM
28 Aug 20253 mins read
TukuTouch Logo
બોલિવૂડમાં એવી ઘણી મુસ્લિમ ફેમિલી છે, જે ગણેશોત્સવનો તહેવાર ધામ-ધૂમથી ઉજવે છે. આવો જ એક પરિવાર સલમાન ખાનનો છે, જે દર વર્ષે પૂરી શ્રદ્ધાથી ગણપતિની સ્થાપના કરે છે અને તેમની પૂજા-અર્ચના કરે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે જેમાં સલમાન ખાનનો આખો પરિવાર ગણપતિ બપ્પાની પૂજા-આરાધના કરતો નજર આવી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સલમાન ખાનના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન, માતા-પિતા સંગ કરી આરતી

Salman Khan Performs Aarti On Ganesh Chaturthi: બોલિવૂડમાં એવી ઘણી મુસ્લિમ ફેમિલી છે, જે ગણેશોત્સવનો તહેવાર ધામ-ધૂમથી ઉજવે છે. આવો જ એક પરિવાર સલમાન ખાનનો છે, જે દર વર્ષે પૂરી શ્રદ્ધાથી ગણપતિની સ્થાપના કરે છે અને તેમની પૂજા-અર્ચના કરે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે જેમાં સલમાન ખાનનો આખો પરિવાર ગણપતિ બપ્પાની પૂજા-આરાધના કરતો નજર આવી રહ્યો છે. 

દર વર્ષની જેમ આ વખતે પણ ખાન પરિવાર પોતાના નજીકના મિત્રો અને ઈન્ડસ્ટ્રીના સાથીદારો સાથે ભગવાન ગણેશની પૂજા કરવા માટે એકઠા થયો અને પરંપરાને આગળ ધપાવી. સલમાન અને તેનો પરિવાર વર્ષોથી આ તહેવાર ઉજવી રહ્યો છે.

ગણેશ ચતુર્થીના અવસર પર અર્પિતાના ઘરે એકઠા થયા પરિવારના લોકો

સલમાન ખાન અને તેના પરિવારના તમામ લોકો ગણેશ ચતુર્થીના અવસર પર ઘરની સૌથી નાની દીકરી અર્પિતા ખાનના ઘરે એકઠા થયા. સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પંડિતજી ગણપતિ આરતી કરતા સંભળાઈ રહ્યા છે અને ઘરના તમામ લોકો હાથમાં દીવાની થાળી લઈને બપ્પાની આરતી કરતા દેખાઈ રહ્યા છે.

આખા પરિવારે આરતીમાં ભાગ લીધો

સલમાન ખાનથી લઈને અરબાઝ અને તેમના માતા-પિતા સલીમ અને સલમા ખાન ઉપરાંત તમામ ભાઈ-બહેન અને નજીકના મિત્રો આરતીમાં દેખાયા અને આ ઉત્સવમાં આસ્થા, પ્રેમ અને પારિવારિક બંધનની ઝલક દેખાડી દીધી. પરિવારે ફરી એકવાર આરતી થાળી પકડી અને અને ભગવાન ગણેશની પૂજા કરીને ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાની ભાવના સુંદર રીતે દર્શાવી.

વીડિયોમાં બપ્પાનો સુંદર નજારો કેદ

અર્પિતાના ઘરે બપ્પાનો પંડાલ ચમકતા ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. વીડિયોમાં બપ્પાનો સુંદર નજારો કેદ છે અને ત્યાં રૂમમાં મંત્રોચ્ચાર અને પ્રાર્થનાનો પડઘો ખૂબ જ મનમોહક છે. ખાન પરિવારના ગણપતિ ઉત્સવના વીડિયો પર ચાહકોએ તેમની ભક્તિ અને એકતાની પ્રશંસા કરી છે.



કેટલાક ચાહકોએ પ્રશંસા કરી તો કેટલાક લોકો ભડકી ગયા

આ વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ તહેવારમાં સામેલ થવા બદલ પરિવારની ખૂબ પ્રશંસા કરી છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે જેઓ નારાજ દેખાયા. એક યુઝરે કહ્યું છે કે, 'આ મુસ્લિમના નામ પર કલંક છે.' બીજાએ કહ્યું - શું તમે માત્ર કહેવા પૂરતું કહો છો કે અમે મુસ્લિમ છીએ. અન્ય એક યુઝરે લખ્યું કે, 'ફતવાવાળા લોકો ક્યાં ગયા, હવે ફતવો જારી કરો.' બીજાએ સલમાન માટે કહ્યું કે - 'ચહેરા પર કોઈ એક્સપ્રેશન્સ જ નથી.' બીજાએ કહ્યું છે કે - 'આ સાચા મુસ્લિમ નથી.' એકે કહ્યું છે - 'આ ખોટું છે ભાઈજાન.' બીજા યુઝરે લખ્યું છે - 'જો તેઓ આવા નાટક નહીં કરે તો દુકાન કેવી રીતે ચાલશે.'

આ પણ વાંચો: સાઉથની જાણીતી અભિનેત્રી પર કિડનેપિંગ અને મારામારીનો આરોપ, પબમાં ઝઘડા બાદ શરૂ થયો હતો વિવાદ

અપકમિંગ ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ને લઈને ચર્ચામાં સલમાન ખાન

વર્કફ્રન્ટની વાત કરીએ તો સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં અપૂર્વ લાખિયા દ્વારા દિગ્દર્શિત પોતાની અપકમિંગ ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' માટે ચર્ચામાં છે, જેનું શૂટિંગ લદ્દાખમાં થઈ રહ્યું છે. 2020ના ગલવાન ઘાટી અથડામણ પર આધારિત આ ફિલ્મમાં તે કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ચિત્રાંગદા સિંહ, ઝેન શૉ, અંકુર ભાટિયા અને હર્ષિલ શાહ પણ છે.