સલમાન ખાને પોતાની જ ફિલ્મની મજાક ઉડાવતાં કહ્યું - કોઈ ફરક નથી પડ્યો ને?
Salman Khan Made Fun Of The Film Sikandar: બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતાની ફિલ્મોથી લોકોના દિલ પર તો રાજ કરે જ છે, પરંતુ આ સાથે જ તેના ચાહકો તેને તેની સ્ટાઈલ અને ચાર્મ માટે પણ પસંદ કરે છે. સલમાનની ફિલ્મ ચાલે કે ન ચાલે પરંતુ ચાહકો તેને પ્રેમ આપે જ છે અને સલમાન આ વાત જાણે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સલમાનની ઘણી ફિલ્મો આવી પરંતુ કોઈ પણ ફિલ્મ એ કમાલ ન કરી શકી, જેના માટે તે ઓળખાય છે. આ વર્ષની શરૂઆતમાં પણ ભાઈજાને ચાહકોને ઈદીના રૂપમાં સિકંદર ગિફ્ટ કરી પરંતુ આ ફિલ્મ પણ એ કમાલ ન કરી શકી જેની આશા હતી.
સલમાન ખાને પોતાની જ ફિલ્મની મજાક ઉડાવી
સલમાન પોતાના હ્યૂમર માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સલમાન કપિલ શર્મા શોની નવી સીઝનમાં નજર આવી રહ્યો છે. સલમાન આ નવી સીઝનનો પ્રથમ ગેસ્ટ છે. શોનો પ્રોમો સામે આવ્યો છે, જેને નેટફ્લિક્સ ઈન્ડિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે, સલમાન ખાને પોતાની જ ફિલ્મની મજાક ઉડાવતા રમૂજ કોમેન્ટ કરી છે.
નેટફ્લિક્સ ઈન્ડિયાએ શેર કર્યો પ્રોમો
નેટફ્લિક્સ ઈન્ડિયાએ એક પ્રોમો શેર કર્યો છે. કપિલ શર્મા શોની નવી સીઝન નેટફ્લિક્સ પર આવવાની છે. આ શો 21 જૂનથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. શોમાં પ્રથમ ગેસ્ટ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન બનશે. કપિલ શર્માએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સલમાન ખાન સાથેનો ફોટો શેર કરીને આ અંગે માહિતી આપી છે. પ્રોમોમાં સલમાન સેટ પર ખૂબ મસ્તી કરતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન સલમાને તેની ફિલ્મ સિકંદર પર પણ કટાક્ષ કર્યો છે.
સિકંદર પસંદ ન આવી
પ્રોમોમાં સલમાન મંચ પર હાજર આર્ટિસ્ટને કહે છે કે, અને સિકંદરના કારણે કોઈ ફરક તો નથી પડ્યો ને? ત્યારબાદ ત્યાં હાજર લોકો હસવા લાગે છે. સલમાનની ફિલ્મ સિકંદર એ કમાલ કરી શકી જેના માટે સલમાન ઓળખાય છે. લોકોને સિકંદરમાં ન તો સલમાનની એક્ટિંગ પસંદ આવી કે, ન તો ફિલ્મની સ્ટોરી પસંદ આવી. આવી સ્થિતિમાં સલમાને પોતાની જ ફિલ્મની મજાક ઉડાવી દીધી.