સલમાન ખાન હવે નાટયકલાકારોને મદદ કરી રહ્યો છે
- થિયેટરના કર્મચારીઓ માટે રેશન કિટ અને ફુડ પેકેટ મોકલવાનો બંદોબસ્ત કર્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 2 જૂન 2020, મંગળવાર
કોરોના મહામારીને કારણે દૈનિક વેતન મેળવનાર અને ગરી બ પરિવારોને ખાવાના ફાંફા થઇ ગયા છે.પરિણામે લોકો પોતપોતાની રીતે કોઇને કોઇ રીતે મદદ કરી રહ્યા છે. તાજેતરમાં મરાઠી નાટયગૃહના આર્ટિસ્ટોઅને ટેકનિશિયોને પોતાની સમસ્યા જણાવી હતી.
આ યુવા નેતાએ જણાવ્યું હતું કે, મારી પાસે શ્રી શિવાજી મંદિરના નાટયગૃહના ્આર્ટિસ્ટો અને ટેકનિશિયનો મારી પાસે પોતાની સમસ્યા લઇને આવ્યા હતા. મને આ લોકોની દુર્દશા જોઇને બહુ દુઃખ થયું હતું. તેથી આ પછી હું સલમાન ખાનને મળ્યો હતો અને તેની સાથે વાતચીત કરી હતી. સલમાને શ્રી શિવાજી મંદિર નાટયગૃહના કલાકારો અને ટેકનિશિયનોને કિટ આપવાનો નિર્ણય લીધો હતો. જેમાં રેશનિંગ કિટ સામેલ છે. આ કિટમાં ઘઉંનો લોટ, પાંચ કિલો ચોખા, તેલ, મીઠુ, ચા ની ૂક્કીના પેકેટ આપ્યા છે. પહેલા દિવસે અમે ૧૮૬ મજૂરોને આ કિટ વહેંચી શક્યા હતા. જોકે આ કિટના વિતરણ વખતે અને તમામ સુરક્ષાના ઉપાયોને ધ્યાનમાં રાખ્યા હતા.
સલમાન ખાન ગરીબો, ગામડાના લોકો, મેડિકલ સ્ટાફ, પોલીસો તેમજ અન્યોને પોતાની રીતે દરેક પ્રકારની મદદ કરી રહ્યો છે.