સલમાન ખાને પોલીસકર્મીઓને આપ્યા એક લાખ સેનિટાઇઝર
- આ પહેલા પણઅભિનેતા જરૂરિયાતમંદોને મદદ કરી ચુક્યો છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 30 મે 2020, શનિવાર
કોરોના મહામારીના કારણે આવેલી આર્થિક મંદીમાં અનેક લોકો જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે. બોલીવૂડના કલાકારોએ પણ આ કપરા સમયમાં દરિયાદિલી ્દાખવી છે. તેઓ વારંવાર કોઇને કોઇ રીતે મેડિકલ સ્ટાફ, પોલીસકર્મીઓ,સફાઇ કામદારો તેમજ અન્યોને સહાય પહોંચાડી રહ્યા છે.
સલમાને કોરોના વોરિયર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક લાખ સેનિટાઇઝર્સનું દાન કર્યું છે.આ માટે મહારાષ્ટ્રના એક નેતાએ ટ્વીટર પર સલમાને ધન્યવાદ પણ આપ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, આ સેનિટાઇઝર્સ સલમાનની જ એક બ્રાન્ડ છે. તેણે હાલમાં જ આ સેનિટાઇઝર્સને લોન્ચ કર્યું છે. અભિનેતાએ પોતાની નવી બ્રાન્ડની શરૂઆત પોલીસ કર્મીઓની સુરક્ષા માટે દાન આપીને કરી છે.