Entertainment

VIDEO: દુઃખમાં સરી પડ્યો સલમાન ખાન! આખો ખાન પરિવાર શોકમાં ડૂબ્યો, ચાહકોએ કહ્યું-'હિંમત રાખો'

By GS Team
9 Jun 20263 mins read
TukuTouch Logo
સલમાન ખાન અને તેમના સમગ્ર પરિવાર માટે આ સમય અત્યંત મુશ્કેલ અને દુઃખદાયક છે. સલમાન ખાનના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર કુમુદ રાણે (Kumud Rane)નું નિધન થયું છે, જેના કારણે અભિનેતા અને તેમનો પરિવાર ઊંડા શોકમાં ડૂબી ગયો છે. ખાન પરિવાર આજે એકસાથે સ્મશાનભૂમિ પર જોવા મળ્યો હતો. કુમુદ રાણેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સલમાન ખાન પહોંચ્યા હતા. આ દરમિયાન પરિવારના બાકીના સભ્યો પણ ત્યાં હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન સલમાન ખાન ખૂબ જ ઉદાસ અને પરેશાન દેખાતા હતા, અને તેમની આંખો આંસુઓથી ભરાયેલી હતી. ભારે સુરક્ષા વચ્ચે સલમાન ખાનને સ્મશાન ગૃહમાંથી બહાર આવતા જોઈ શકાતા હતા, જ્યાં તેમના બોડીગાર્ડ શેરા તેમને સંભાળતા અને સાથ આપતા જોવા મળ્યા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: દુઃખમાં સરી પડ્યો સલમાન ખાન! આખો ખાન પરિવાર શોકમાં ડૂબ્યો, ચાહકોએ કહ્યું-'હિંમત રાખો'

Salman Khan Friend Kumud Rane Demise : સલમાન ખાન અને તેમના સમગ્ર પરિવાર માટે આ સમય અત્યંત મુશ્કેલ અને દુઃખદાયક છે. સલમાન ખાનના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર કુમુદ રાણે (Kumud Rane)નું નિધન થયું છે, જેના કારણે અભિનેતા અને તેમનો પરિવાર ઊંડા શોકમાં ડૂબી ગયો છે. ખાન પરિવાર આજે એકસાથે સ્મશાનભૂમિ પર જોવા મળ્યો હતો. કુમુદ રાણેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સલમાન ખાન પહોંચ્યા હતા. આ દરમિયાન પરિવારના બાકીના સભ્યો પણ ત્યાં હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન સલમાન ખાન ખૂબ જ ઉદાસ અને પરેશાન દેખાતા હતા, અને તેમની આંખો આંસુઓથી ભરાયેલી હતી. ભારે સુરક્ષા વચ્ચે સલમાન ખાનને સ્મશાન ગૃહમાંથી બહાર આવતા જોઈ શકાતા હતા, જ્યાં તેમના બોડીગાર્ડ શેરા તેમને સંભાળતા અને સાથ આપતા જોવા મળ્યા હતા.

સલમાન ખાન અને પરિવાર ભાવુક દેખાયા

સોશિયલ મીડિયા પર પેપરાઝી પેજ દ્વારા ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે. સલમાન ખાન ચુસ્ત સુરક્ષા અને નજીકના સાથીઓ સાથે અંતિમ સંસ્કારના સ્થળે પહોંચતા અને પછી ત્યાંથી બહાર આવતા જોવા મળ્યા હતા. હાથ જોડીને ઉભેલા સલમાન ખાન ખૂબ જ દુઃખી દેખાતા હતા, અને પોતાને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એક ક્ષણ એવી પણ આવી જ્યારે સલમાન ખાન પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યા અને ખૂબ જ ભાવુક થઈને તૂટી પડ્યા હતા. તેઓ પોતાના એક સાથીને ગળે લગાડીને રડી પડ્યા હતા. આ વીડિયોએ ફેન્સને પણ ભાવુક કરી દીધા છે.

સલમાન ઉપરાંત પરિવારના બાકીના સભ્યો પણ અત્યંત ગમગીન દેખાતા હતા, પછી તે અરબાઝ ખાન હોય, સોહેલ ખાન હોય કે અર્પિતા ખાન શર્મા. સલીમ ખાનના બીજા પત્ની (હેલન) પણ કુમુદ રાણેને અંતિમ વિદાય આપવા સ્મશાનભૂમિ પહોંચ્યા હતા. તેમના સિવાય બંને ભત્રીજા અરહાન ખાન અને નિર્વાણ ખાન તેમજ ભાણો અયાન અગ્નિહોત્રી પણ ખૂબ જ ઈમોશનલ દેખાતો હતો.

ફેન્સે આપ્યો સલમાન ખાનને સપોર્ટ

એવું કહેવાય છે કે, કુમુદ રાણે ખાન પરિવારના બહુ જૂના અને નિકટના મિત્ર હતા અને અંતિમ સંસ્કારમાં સમગ્ર પરિવારની હાજરી જ દર્શાવે છે કે, તેઓ પરિવારની કેટલા નજીક રહ્યા હશે. સામાન્ય ચેક શર્ટ અને જીન્સ પહેરેલા સલમાન ખાને આ પ્રસંગે સાદગી પૂર્વક હાજરી આપી હતી. જો કે, તેમની ભાવુક સ્થિતિ કોઈનાથી છુપી રહી નહોતી. ફેન્સે સોશિયલ મીડિયા પર અભિનેતાને પૂરો સપોર્ટ આપ્યો છે, અને તેમના માટે ખાસ સંદેશા લખી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યું કે, સલમાન ખાન મુશ્કેલ સમયમાં હંમેશા એવા લોકોની સાથે મક્કમતાથી ઉભા રહે છે, જેમને તેઓ પ્રેમ કરે છે. એક પેપરાઝી પોસ્ટ પર ફેન્સે કમેન્ટમાં લખ્યું હતું, 'ભાઈજાન, મજબૂત બનો.'

હવે કઈ ફિલ્મમાં જોવા મળશે સલમાન ખાન?

વર્ષોથી સલમાન ખાને અવારનવાર પોતાના જીવનમાં પરિવાર, વફાદારી અને લાંબા સમયના સંબંધોના મહત્વ વિશે ખુલીને વાત કરી છે. કુમુદ રાણેના અંતિમ સંસ્કારમાં સલમાનની હાજરીએ ફરી એકવાર અભિનેતાની સંવેદનશીલતા અને ભાવુકતા છતી કરી છે. છેલ્લી વખત સલમાન ખાન ફિલ્મ 'સિકંદર' (Sikandar) માં જોવા મળ્યા હતા. હવે તેઓ ટૂંક સમયમાં આગામી ફિલ્મ 'માતૃભૂમિ' (Matrubhoomi) માં જોવા મળશે. આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ તેમની સાથે મુખ્ય ભૂમિકામાં છે.