Get The App

'2 કરોડ મોકલ નહીંતર જાનથી મારી નાખીશું...' બોલિવૂડ 'દબંગ' સ્ટાર સલમાનને ફરી મળી ધમકી

Updated: Oct 30th, 2024

GS TEAM

Google News
Google News
'2 કરોડ મોકલ નહીંતર જાનથી મારી નાખીશું...' બોલિવૂડ 'દબંગ' સ્ટાર સલમાનને ફરી મળી ધમકી 1 - image


Salman Khan Death Threat News | બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનારાએ 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી અને કહ્યું કે જો પૈસા નહીં મળે તો સલમાન ખાનને જાનથી મારી નાખશે. 

કેવી રીતે મળી ધમકી? 

મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમને એક મેસેજ મળ્યો હતો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ આ ધમકી આપી હતી. જેમાં ધમકાવનારે  2 કરોડ રૂપિયાની માંગણી કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે મેસેજ મોકલનાર વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે. આ ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

અગાઉ પણ મળી હતી ધમકી 

અગાઉ મંગળવારે પણ સલમાન ખાન અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના ધારાસભ્ય પુત્ર ઝિશાન સિદ્દિકીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ઝિશાન અને સલમાન ખાન બંનેને ધમકી આપવામાં આવી હતી અને પૈસાની માંગ કરવામાં આવી હતી.

પોલીસે પહેલા આરોપીને પકડ્યો હતો 

આ કેસમાં પોલીસે નોઈડાથી મોહમ્મદ તૈયબ ઉર્ફે ગુરફાન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી દિલ્હીનો રહેવાસી છે. તેની સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મુંબઈ પોલીસે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો હતો. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

'2 કરોડ મોકલ નહીંતર જાનથી મારી નાખીશું...' બોલિવૂડ 'દબંગ' સ્ટાર સલમાનને ફરી મળી ધમકી 2 - image



Tags :