Entertainment

સલમાન ખાને ખરીદી ક્રિકેટ ટીમ, ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ખુદ કરી જાહેરાત

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
શાહરૂખ ખાન અને પ્રીતિ જિન્ટા પછી હવે સલમાન ખાન પણ ક્રિકેટ ટીમના માલિક બની ગયા છે. જોકે સલમાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ટીમ ખરીદી નથી, પરંતુ ભાઈજાને ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ T-10 (ISPL T-10)માં એન્ટ્રી કરી છે. સલમાન ISPLમાં નવી દિલ્હીની ટીમના માલિક બન્યા છે, જેની જાહેરાત તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાન ખાને ખરીદી ક્રિકેટ ટીમ, ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ખુદ કરી જાહેરાત

Salman Khan Buys Cricket Team: શાહરૂખ ખાન અને પ્રીતિ જિન્ટા પછી હવે સલમાન ખાન પણ ક્રિકેટ ટીમના માલિક બની ગયા છે. જોકે સલમાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ટીમ ખરીદી નથી, પરંતુ ભાઈજાને ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ T-10 (ISPL T-10)માં એન્ટ્રી કરી છે. સલમાન ISPLમાં નવી દિલ્હીની ટીમના માલિક બન્યા છે, જેની જાહેરાત તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવી હતી.

સલમાન ખાને પોસ્ટ કરીને જણાવ્યું કે, 'ISPL સાથે સ્ટ્રીટથી સ્ટેડિયમનું સફર શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.' વીડિયોમાં દિલ્હીની મુખ્ય ઇમારતોની ઝલક જોવા મળી રહી છે, અને તેની સાથે લખ્યું છે કે, 'દિલ્હીવાસીઓ, તૈયાર થઈ જાઓ! ISPL GO GO GO.. દિલ્હીના ઓનરનું સ્વાગત નહીં કરશો?' ત્યારબાદ સલમાન ખાનની તસવીર દર્શાવાઇ છે.

ISPLની ત્રીજી સિઝન 

ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની સિઝન શરૂ થવા જઇ રહી છે.આ પહેલાંના બે સિઝનમાં ઘણી ટીમોએ ભાગ લીધો અને દર્શકોનો ખૂબ પ્રેમ પણ મળ્યો. નવી દિલ્હીની ટીમની ફ્રેન્ચાઇઝ આ સિઝનમાં પહેલી વાર ISPLનો ભાગ બનશે. આ પહેલાં લીગમાં કોલકાતા (પશ્ચિમ બંગાળ - કરીના કપૂર ખાન-સૈફ અલી ખાન), શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર - અક્ષય કુમાર), બેંગલોર (કર્ણાટક - હૃતિક રોશન), હૈદરાબાદ (તેલંગાણા - રામ ચરણ), મુંબઈ (મહારાષ્ટ્ર - અમિતાભ બચ્ચન) અને ચેન્નઈ (તમિલનાડુ - સૂર્યા) જેવી ટીમો રમી રહી છે. હવે સલમાન ખાનની નવી દિલ્હીની ટીમ પણ આ લીગમાં જોડાઈ ગઈ છે.

બીજી સિઝન સફળ રહી 

ISPL લીગની બીજી સિઝન ખૂબ જ સફળ રહી હતી. પહેલી સિઝનની તુલનામાં ટેલિવિઝન વ્યૂવરશિપમાં 47%નો વધારો જોવા મળ્યો હતો, અને તેની પહોંચ 28 મિલિયન (2.8 કરોડથી વધુ) રહી હતી. બીજી સિઝનમાં 'માઝી મુંબઈ' ટીમ ચેમ્પિયન બની હતી, જે બિગ બીની ટીમ છે.