Get The App

સલમાન મધરાતે આમિરના ઘરે પહોંચ્યો : વર્ષો પછી અબોલા તૂટયા

Updated: Jan 25th, 2023

GS TEAM

Google News
Google News
સલમાન મધરાતે આમિરના ઘરે પહોંચ્યો : વર્ષો પછી અબોલા તૂટયા 1 - image


એક જ વિષય પર ફિલ્મ  બાબતે ઝઘડયા હતા

અંદાજ અપના અપનાની સિકવલ માટે બંને સાથે આવે તેવી અટકળો

મુંબઇ: સલમાન ખાન અને આમિર ખાન વચ્ચે વર્ષો જૂના અબોલા તૂટયા હોવાના સંકેત છે. સલમાન ખાન અડધી રાતે આમિર ખાનને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. તે પછી બંને કલાકારો કદાચ 'અંદાજ અપના અપના'ની સિકવલમાં સાથે આવી શકે છે તેવી અટકળો ફેલાઈ છે.  ૨૦૧૬મા આમિરે કુસ્તી પર આધારિત 'દંગલ' બનાવી હતી તો સલમાને તેના પર જ આધારિત 'સુલતાન' બનાવી હતી. એક જ વિષય પર એકસાથે ફિલ્મ બનાવવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. તે પછી વર્ષોથી બંનેએ એકબીજા સાથે વાત કરી નથી. સલમાન ખાનને મંગળવારે ૨૪ જાન્યુઆરીના રાતના આમિર ખાનના ઘરે  પહોંચ્યો હતો. આ અચાનક પુન મિલનથી લોકને નવાઈ લાગી છે.

 આ મુલાકાત પછી ે  'અંદાજ અપના અપના'ની સિકવલની અટકળો ફરી ગાજી રહી છે. 

વાસ્તવમાં દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ ફિલ્મની સીકવલની ઘોષણા થોડા દિવસો પહેલા જ કરી હતી. રાજકુમાર સંતોષીએ ફિલ્મની સીકવલનું નામ અદા અપની અપની હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારે તેની સાથે તેણે સ્ટારકાસ્ટ વિશે કોઇ ઘોષણા કરી નહોતી. 

આમિરે તેની લાલસિંહ ચઢ્ઢા ફલોપ થઈ ગયા બાદ એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. હવે તે એક્ટિંગમાં પાછો ક્યારે ફરે છે તેની રાહ જોવાઈ રહી છે. 

Tags :