'હંમેશા ઘરનો દરવાજો બંધ રાખો અને સાવધાન રહો...' ચપ્પુથી હુમલા અંગે સૈફ અલી ખાનની ખાસ સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saif Ali Khan On Stabbing: સૈફ અલી ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેની પર થયેલા હુમલા વિશે વાત કરી હતી. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં બાંદરા વિસ્તારમાં સૈફ અલી ખાનના 12મા માળે આવેલા ફલેટમાં ઘૂસેલા એક અજાણ્યા શખ્સે તેના પર હુમલો કરી ચાકુના ઘા મારતાં સૈફને ગંભીર ઈજાઓ થઈ હતી.
આંખો સામે આખી જિંદગી ફરી ગઈ
સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'આ હુમલો મારા માટે એક વિચિત્ર અનુભવ છે, અમે કેટલા ભાગ્યશાળી છીએ. ચાકુથી થયેલા હુમલો બાદ પણ કોઇ ઇજા પહોંચી નહીં, ઇજાગ્રસ્ત થયા વગર બચી જવું તે ચમત્કારથી ઓછુ નથી. જ્યારે તે જમીન પર ઇજાગ્રસ્ત થઈને પડયો, ત્યારે તે ક્ષણે આંખો સામે આખી જિંદગી ફરી ગઈ હોય તેવો અનૂભવ થયો હતો. એવું કદાચ બની શકે છે મને એડ્રિનાલિનની અસર થઇ હોય, પણ હું વિચારી રહ્યો હતો કે જીવન કેટલું રંગીન છે અને મને ઘણી બધી જગ્યાઓની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું છે. માત્ર પૈસાની દ્રષ્ટિએ જ નહીં, ઘણા લોકો પાસે ઘણા પૈસા છે.'
સૈફને શું શીખ મળી?
સૈફે જણાવ્યું કે, 'હંમેશા ઘરનો દરવાજો બંધ રાખવો જોઈએ અને સાવધાન રહેવું જોઈએ. અમારી પાસે ઘણુ બધુ છે અને ઘણુ નથી પણ, એટલે હું આભારી છું, પણ આપણે એ સમજવું જોઈએ અને સતર્ક રહેવું જોઈએ. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી જોઈએ.'
સૈફ અલી ખાને પોતાની સુરક્ષા વધારવા અંગે શું કહ્યું?
હુમલા બાદ સૈફ અલી ખાને પોતાની સુરક્ષામાં વધારો કર્યો છે. આ વિશે બોલતા, તેણે કહ્યું કે, 'આ દુઃખદ છે. હું ક્યારેય સુરક્ષામાં માનતો નહોતો. મને મારી આસપાસના લોકો ગમતા નથી, પરંતુ ઓછામાં ઓછા થોડા સમય માટે, તે હોવું જોઈએ. મારા માટે હજુ સુધી જવાનો સમય આવ્યો નથી. કદાચ મારે થોડી વધુ સારી ફિલ્મો કરવી જોઈએ. પરિવાર અને મિત્રો સાથે વધુ ગુણવત્તાયુક્ત સમય વિતાવવો જોઈએ. વધુ ચેરિટી કાર્ય કરવું જોઈએ!.'
સૈફ અલી ખાનનું વર્ક ફ્રન્ટ
આ દરમિયાન વર્ક ફ્રન્ટ પર સૈફની છેલ્લી રિલીઝ જ્વેલ થીફ: ધ હેઇસ્ટ બિગિન્સ હતી, જે 25 એપ્રિલના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી થ્રિલર હતી. કુકી ગુલાટી અને રોબી ગ્રેવાલ દ્વારા દિગ્દર્શિત અને માર્ફ્લિક્સ બેનર હેઠળ સિદ્ધાર્થ આનંદ અને મમતા આનંદ દ્વારા નિર્મિત જ્વેલ થીફમાં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં હતા.









