'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'ના સિઝન 2માં નહીં જોવા મળે ફેમસ એક્ટર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ronit Roy rejected 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi': રોનિત રોય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની દુનિયાનો જાણીતો કલાકાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યો છે. સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ 'ક્યૂંકી સાંસ ભી કભી બહુ થી'માં પણ રોનિતે 'મિહિર વિરાની'નું પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલને કારણે રોનિત ખૂબ લોકપ્રિય કલાકાર તરીકે ઓળખાય. હવે દર્શકો માટે' ક્યૂંકી..'ની બીજી સિઝન જલદી શરૂ થવા જઇ રહી છે. એવી અફવાઓ પણ હતી કે સીરિયલમાં રોનિત ફરીથી 'મિહિર વિરાની'ની ભૂમિકામાં જોવા મળશે. પણ હવે આ અફવાઓ પર વિરામ મૂકી રોનિતે સ્પષ્ટ કહ્યું કે તે આ શો નહીં કરશે.
|
આ પણ વાંચો :4 કલાક જિમ, કોઈ ટ્રેનર નહીં… ફૉજી બનવા માટે સલમાન ખાન લઈ રહ્યો છે ખાસ ટ્રેનિંગ
નહીં જોવા મળશે રોનિત રૉય
એક ટીવી ઈન્ટરવ્યૂમાં રોનિત રોયે 'ક્યૂંકી સાંસ ભી કભી બહુ થી'ની નવી સિઝન અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે "હું ખુશ છું કે 'ક્યૂંકી…'ની નવી સિઝન ફરી શરૂ થવાની છે અને કમનસીબીની વાત એ છે કે હું આ સીરિયલમાં નહીં જોવા મળું. 'ક્યૂંકી..' શો હૃદયને સ્પર્શી ગયું છે, આઠ વર્ષ સુધી હું આ સીરિયલનો એક ભાગ રહ્યો છું."
હું જ્યાં છું ત્યાં ખુશ છું: રોનિત રોય
રોનિતે નવા સિઝન માટે મેકર્સને શુભેચ્છા પણ આપી. જ્યારે રોનિતને પૂછવામાં આવ્યું કે તે ટેલિવિઝન પર લાંબા સમય સુધી ચાલનારી સીરિયલમાં કામ કરશે, ત્યારે તેણે કહ્યું, "એક જ શો માં વર્ષો સુધી કામ કરવામાં મને કોઈ વાંધો નથી, પણ મારે ટેલિવિઝનની દુનિયામાં હજુ પણ ઘણું કરવાનું બાકી છે. ટેલિવિઝનની દુનિયામાં મે 25 વર્ષ પૂર્ણ કર્યા અને હવે દુનિયા બદલાઈ ગઈ છે. ટેલિવિઝનમાં કેટલીક સુધાર કરવાની જરૂર છે, જ્યારે આ સુધારો થઈ જશે ત્યારે હું પાછો આવીશ, અત્યારે હું જ્યાં છું ત્યાં ખુશ છું."
ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણમાં કામ કરી રહ્યા છે
રોનિત રોયના કામની વાત કરીએ તો તે હાલમાં ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણમાં રાજા સોમેશ્વરની ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે. આ પહેલાં તે 'કસૌટી જિંદગી કી', 'કસમ સે', 'ઇતના કરો ના મુજસે પ્યાર' અને ઘણી સીરિયલોમાં કામ કરી ચૂક્યા છે. 'ક્યૂંકી સાંસ ભી કભી બહુ થી''ના સિઝન 2ની જાહેરાત થઈ ચૂકી છે અને દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શોમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય ફરીથી તુલસી અને મિહિરની ભૂમિકામાં જોવા મળશે.









