‘સિંઘમ અગેઇન’ની નિષ્ફળતા પછી રોહિત શેટ્ટી છાશ પણ ફૂંકીને પીવે છે, હવે કોમેડી પર ફોકસ વધાર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rohit Shetty Next Project: રોહિત શેટ્ટી બોલિવૂડના સૌથી પ્રભાવશાળી ડિરેક્ટર પૈકીનો એક છે. એક્શન અને કોમેડી-આધારિત ફિલ્મોમાં તેની મજબૂત પકડ છે. જો કે, અજય દેવગણ સાથેની 350 કરોડની 'સિંઘમ અગેઇન'ના ફ્લોપ બાદ તે હવે એક્શન ફિલ્મોથી થોડો વિરામ લેવાના મૂડમાં લાગે છે. બૉક્સ ઑફિસની કમાણીને જોતાં તેની ફિલ્મ હિટ કે ફ્લોપ છે તે નક્કી થાય છે. હંમેશા મોટા બજેટની ફિલ્મો માટે સૌથી મોટું કામ એ જ હોય છે કે, ફિલ્મ પાછળ થતો ખર્ચ શક્ય એટલો ઝડપથી પરત મળી જાય. રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ 'સિંઘમ અગેઇન' સાથે પણ એ જ થયું. એક્શન ફિલ્મો માટે જાણીતા ડિરેક્ટર રોહિટ શેટ્ટીએ 'સિંઘમ અગેઇન' માટે 350 કરોડ રૂપિયા પાણીની જેમ ખર્ચી નાખ્યા હતા. રોહિતને તેની યોગ્યતા અને અજય દેવગણ પર વિશ્વાસ હતો કે આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર હિટ થશે, પરંતુ ફિલ્મના નિરાશાજનક પરિણામને ધ્યાનમાં લેતાં રોહિત હવે અજય સાથે એક્શન ફિલ્મોથી દૂર રહેવાના મૂડમાં છે.
50 કરોડની ફિલ્મને ફ્લોપથી બચાવી શક્યા નહીં

350 કરોડની ‘સિંઘમ અગેઇન’એ ભારતમાં 241.71 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મથી અજય અને રોહિતને ખૂબ અપેક્ષાઓ હતી, કારણ કે તેમણે ફિલ્મને હિટ બનાવવા તેમણે ફિલ્મમાં અનેક સ્ટાર કાસ્ટ કર્યા હતા. અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર વગેરે. જો કે, આ સૌ સ્ટાર્સ મળીને પણ રોહિતની ‘સિંઘમ અગેઇન’ને હિટ ના બનાવી શક્યા.
ફિલ્મ ફ્લૉપ થયા બાદ રોહિતે શું નિર્ણય લીધો? જાણો

‘સિંઘમ અગેઇન’ ફ્લોપ થયા બાદ રોહિત શેટ્ટીએ નિર્ણય કરી લીધો હતો કે હવે તે અજય દેવગણ સાથે આગામી ફિલ્મ એક્શન-આધારિત નહીં બનાવશે. તેણે એક ઇન્ટરવ્યૂમાં આ વાત કરતા કહ્યું હતું કે, ‘હાલ હું એક્શન ફિલ્મો પર ધ્યાન નહીં આપું. હવે હું અજય સાથે કોમેડી ફિલ્મ બનાવીશ.’ અને થયું પણ એવું જ. ‘ગોલમાલ’, ‘સન્ડે’, ‘ઑલ ધ બેસ્ટ’, ‘સિંઘમ’, ‘બોલ બચ્ચન’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મોમાં રોહિત અને અજયે સાથે કામ કર્યું છે.
સપ્ટેમ્બરમાં ગોલમાલ-5 ની સ્ક્રિપ્ટ લૉક થઈ જશે
લાંબા બ્રેક વચ્ચે રોહિતે અજય સાથેની મિત્રતા પર કોઈ અસર પડવા નથી દીધી, પરંતુ તે એક્શનની બદલે કોમેડી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. હાલમાં સમાચાર એવા મળ્યા છે કે રોહિત અને અજય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ગોલમાલ 5’ માટે સાથે કામ કરી રહ્યા છે. મળેલી માહિતી મુજબ, ‘ગોલમાલ 5’ પર કામ શરૂ થઈ ગયું છે, અને ફિલ્મની વાર્તા સપ્ટેમ્બર 2025 સુધી લૉક થઈ જશે. રિપોર્ટ્સ અનુસાર ગોલમાલ સીરિઝના આવનારા પાર્ટમાં અજય દેવગણ સિવાય ફરી એકવાર અર્શદ વારસી, તુષાર કપૂર, કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે અને જોની લીવર જેવા કલાકારો જોવા મળી શકે છે.
અજય પહેલાં જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ લાવશે

એવું નથી કે રોહિત શેટ્ટીએ એક્શન ફિલ્મો બનાવવાનું બિલકુલ બંધ કરી દીધું છે. રોહિત એક્શન ફિલ્મો બનાવશે, પરંતુ થોડા વિરામ બાદ. ડિરેક્ટર હાલ જોન અબ્રાહમ સાથે રાકેશ મારિયાની બાયોપિકનું શૂટિંગ કરી રહ્યા છે, જે 2026ની શરૂઆતમાં મોટા સ્ક્રીન પર રિલીઝ થશે. રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં જ્હોન લીડ રોલમાં જોવા મળશે. રાકેશ મારિયાની બાયોપિકનું કામ પૂર્ણ થઈ જશે, ત્યાર બાદ રોહિત તેના ખાસ મિત્ર અજય સાથે ‘ગોલમાલ 5’નું શૂટિંગ શરૂ કરશે.









